વાંકાનેર નગર પાલિકા મધ્યસત્ર પેટા ચૂંટણી સંદર્ભે દીવાનપરા મધ્યસ્થ કાર્યાલય વોર્ડ નં. ૬ ખાતેથી યુવા મોરચા વાંકાનેર શહેરના પ્રચાર અંગે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે રેલીમાં ભાજપના પ્રદેશ આગેવાનો, હોદેદારો, જિલ્લા ભાજપના હોદ્દેદારો તેમજ સંગઠનના હોદેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
વાંકાનેર નગર પાલિકા મધ્યસત્ર પેટા ચૂંટણી સંદર્ભે દીવાનપરા મધ્યસ્થ કાર્યાલય વોર્ડ નં. ૬ ખાતેથી યુવા મોરચા વાંકાનેર શહેરના પ્રચાર અંગે બાઇક રેલીનું આયોજન તા. ૧૪/૦૨/૨૦૨૫ ને શુક્રવારના રોજ સાંજે ૦૫:૦૦ વાગ્યે કરવામાં આવ્યું છે. જે બાઇક રેલી દિવાનપરાથી સ્ટેચ્યુ, પેડક ચોપાટી, દિગ્વિજયનગર પેડક તેમજ નાગા બાવા મંદીર થી મધ્યસ્થ કાર્યાલય વોર્ડ નં. ૬ ખાતે પુર્ણ થશે. જે કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના હોદ્દેદારો, જિલ્લા ભાજપના હોદ્દેદારો, શહેર સંગઠનના હોદ્દેદારો, નગર પાલિકા ચૂંટાયેલા તેમજ હારેલા સભ્યો, વરિષ્ઠ આગેવાનો, તેમજ શહેરના વિવિધ મોરચાના પ્રમુખ, મહામંત્રી તેમજ હોદ્દેદારો તથા ભાજપના સર્વે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે.તેમ વાંકાનેર યુવા મોરચા પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું છે.