ટંકારા: ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ- ૧૭ સપ્ટેમ્બરથી ગાંધી જયંતિ- ૨ ઓક્ટોબર સુધી “સેવા પખવાડિયા” કાર્યક્રમ ઉજવાશે. આ અનુસંધાને ટંકારા તાલુકા મંડળની કાર્યશાળા ભાજપના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી, જેમાં વિવિધ સેવાકીય અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરી વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.
ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં “સેવા પખવાડિયા” કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી ગાંધી જયંતિ સુધી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ અનુસંધાને ટંકારા ખાતે તાલુકા મંડળની કાર્યશાળા યોજાઈ હતી. કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વાધડીયાએ કર્યું હતું. કાર્યશાળામાં પૂર્વ જીલ્લા મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, સહ-સંયોજક અરવિંદભાઈ વાસદડીયા, મંડળ પ્રમુખ દિનેશભાઈ ગડારા, મહામંત્રી રુપસિંહ ઝાલા, ગણેશભાઈ નમેરા, પ્રભુભાઈ કામરીયા, નથુભાઈ કડીવાર, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અરવિંદભાઈ દુબરીયા, પ્રવિણભાઈ લો, મહેશભાઈ લીખીયા તથા મંડળ ઉપપ્રમુખો, મંત્રી, કોષાધ્યક્ષ, તાલુકા-જીલ્લા પંચાયત સભ્યો, શક્તિ કેન્દ્ર સંયોજકો, કાર્યક્રમ ઇન્ચાર્જ અને સહ-ઇન્ચાર્જ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યશાળામાં સેવા પખવાડિયા અંતર્ગત યોજાનાર વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે, રક્તદાન શિબિર, વૃક્ષારોપણ, સર્વ રોગ નિદાન કેમ્પ, ચિત્ર સ્પર્ધા તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જીવન પર પ્રદર્શની વિષયક વિસ્તૃત ચર્ચા અને આયોજન કરવામાં આવ્યું હતું.