ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોની સતાવાર જાહેરાત થઇ છે. 1 મનપા અને 66 નગરપાલિકાનું રિઝલ્ટ આવી ગયું છે. જેમાં ગુજરાતની 34 નગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત થઈ છે. કુલ 1677 બેઠકોમાંથી 1001 બેઠકો પર ભગવો લહેરાયો છે. તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સૂપડા સાફ થયા છે. જેમાં મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો 48, કોંગ્રેસનો 8 તથા બસપા અને આપનો 1-1 બેઠક પર વિજય થયો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોની સતાવાર જાહેરાત થઇ ચુકી છે. ત્યારે વાંકાનેર નગરપાલિકામાં 28 બેઠકો પૈકી 21 બેઠક ભાજપ, 5 કોંગ્રેસ, 1 બસપા અને 1 બેઠક પર આપ ઉમેદવારની જીત થઇ છે. જયારે હળવદ નગરપાલિકાની 28 બેઠકો પૈકી 27 બેઠક પર ભાજપ અને 1 બેઠક પર કોંગ્રેસના ફાળે ગઈ છે. તેમજ માળીયા મિયાણા તાલુકા પંચાયતની સરવડ બેઠક અને વાંકાનેરની ચંદ્રપૂર બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે.