મોરબી શહેર ભાજપ દ્વારા બુદ્ધ સશક્તિકરણ અભિયાનની એક કામગીરી કરવામાં આવી હતી જેમાં 100% કામગીરી કરનાર દરેક વોર્ડના કાર્યકરોને શહેર ભાજપ પ્રમુખ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
મોરબી શહેર ભાજપ દ્વારા પ્રમુખ લાખાભાઈ જારિયા, મહામંત્રી રિશિપભાઈ કૈલા,મહામંત્રી ભાવેશભાઇ કણજારિયા અને તેમની ટીમ દ્વારા બુથ સશક્તિકરણ કામગીરીમાં 100 ટકા કામ કરનાર દરેક વોર્ડના કાર્યકર્તાઓને શિલ્ડ આપી સન્માનિત કર્યા હતા. જે સન્માન સમારોહમાં મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી શહેર પ્રભારી પ્રજ્ઞેશ ભાઈ પટેલ, પ્રદેશના નેતા પ્રદીપભાઈ વાળા,જિલ્લાના ઉપપ્રમુખ જયુભા જાડેજા, કાજલબેન, જિલ્લાના મંત્રી નીરજભાઈ, આનંદભાઈ, ક્રિષ્નાબેન, હીનાબા જાડેજા, રોહિતભાઈ અને સિનિયર આગેવાનો અનિલભાઈ મહેતા, જ્યોતિષી જાડેજા, આપાભાઈ કુંભારવાડીયા, ગીરીશભાઈ ઘેલાણી, મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અનોપસિંહ જાડેજા, દેવાભાઈ અવાડિયા, લલીતભાઈ કામરીયા, જિલ્લા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા, યુવા પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, પૂર્વ ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મોરબી જિલ્લાના હોદેદારો, મોરબી શહેર સંગઠન ભાજપ પરિવારના દરેક વોર્ડના પૂર્વ કાઉન્સિલરો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.