Wednesday, May 15, 2024
HomeGujaratરાજકોટમાં ભાજપનો આંતરિક વિખવાદ ચરમસીમાએ ! : વીંછિયાના પૂર્વ મહામંત્રી દ્વારા કેબિનેટ...

રાજકોટમાં ભાજપનો આંતરિક વિખવાદ ચરમસીમાએ ! : વીંછિયાના પૂર્વ મહામંત્રી દ્વારા કેબિનેટ મંત્રીએ કરેલ અરજીનો ખુલાસો કરાયો

ભારતીય જનતા પાર્ટીમાં ફરી એક વખત આંતરિક વિખવાદ બહાર આવ્યો છે. જસદણ વિછીયાના ધારાસભ્ય અને મંત્રી કુંવરજી બાવળિયા એ વીંછીયા તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી કેરાળીયા

- Advertisement -
- Advertisement -

ભુપતભાઈ વિરૂદ્ધ કરેલ અરજીનો ખુલાસો કરતા વીંછિયા તાલુકા ભાજપ ના પૂર્વ મહામંત્રી પ્રેસનોટ જાહેર કરી છે.જેમાં તેઓ પોતે કોઈપણ અધિકારીને બ્લેકમેલ નથી કરી રહ્યા પરંતુ મંત્રી દ્વારા જ અધિકારીઓને બ્લેકમેલ કરવામાં આવે છે. અને ગૌચરની અને ખરાબાની જમીન પચાવી પાડીને ભ્રષ્ટાચાર પણ આચરવામાં આવ્યો છે તેઓ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વિછીયા જસદણના ધારાસભ્ય અને જળ સંપત્તિ અને પાણી પુરવઠા ના મંત્રી કુંવરજી બાવળીયાએ જિલ્લા કલેકટરને પત્ર લખી વિછીયાના પૂર્વ મહામંત્રી કેરાળીયા ભુપતભાઈ વિરુદ્ધ અરજી કરેલ હતી. વિછીયામાં અધિકારીઓને અવારનવાર ધમકાવતા હોય, રોડ ઉપર દબાણ કરેલ હોય, પીવાના પાણી અને લાઈટ બિલ ભરતા ન હોય, અને ખોટી અરજી કરી અધિકારીઓને બ્લેકમેલ કરતા હોય તો તેની સામે નિયમો અનુસાર પગલાં લેવા માટે ધારાસભ્ય અને મંત્રી કુંવરજી બાવળિયાએ રજૂઆત કરી હતી. તેને લઈને ખુલાસો કરતા પૂર્વ મહામંત્રી વિછીયા તાલુકા ભાજપના કેરાળિયા ભુપતભાઈ સુંદરભાઈ એ પ્રેસનોટ જાહેર કરતા જણાવ્યું છે કે મેં ૨૫ વર્ષમાં એક પણ અધિકારીને બ્લેકમેલ કર્યા નથી. જો તેના પુરાવા હોય તો જસદણના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી જાહેર કરે અને ગાધીનગરના ખુલ્લા મંચ ઉપરથી પ્રેસ કોંફરન્સ સંબોધે તેવો પડકાર અરજી મારફતે ફેકવામા આવ્યો છે. વધુમાં અરજીમાં લખેલ છે કે પક્ષે કુવરજી બાવળિયાને ગુજરાતની જવાબદારી સોંપી છે નહીં કે જસદણ ભાજપના જુના કાર્યકર્તાઓને ધમકાવવા માટેની. વધુમાં મંત્રી કુંવરજી બાવળિયા પોતે જ અધિકારીઓને ધમકાવીને અમરાપુર ગામે ખોટા રોજ કામ કરાવેલ છે, ગૌચર જમીન અને ખરાબાની જમીનમાં પેશકદમી હોય છતાં અધિકારીઓ પાસે જમીન ખુલ્લી છે તેવું ખોટું પંચ રોજ કામ કરાવેલ છે. તેમજ મંત્રી બાવળિયા વિરુદ્ધ કલેકટર, મુખ્યમંત્રી અને વડાપ્રધાનને અરજી કરેલ હોવાથી ખોટી અરજીઓ કરી હેરાન પરેશાન કરી દબાવવાનું કામ કરે છે. પરંતુ હું ડરવાનો નથી ગાંધીનગર ખાતે પ્રેસ મીડિયાને સાથે રાખી મંત્રીના ભ્રષ્ટાચાર ખુલ્લા પાડીશ જેથી જસદણ અને વીંછિયા ના લોકોને ખબર પડે કે સાચું કોણ છે અને ખોટું કોણ ? તેવો પણ અરજીમાં ઉલ્લેખ પૂર્વ મહામંત્રી દ્વારા કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!