Monday, January 27, 2025
HomeGujaratભાજપની ગૌરવ યાત્રા આવતીકાલે પડધરીથી શરુ થઈ પહોંચશે હળવદ :બે કેન્દ્રીયમંત્રી મોરબી...

ભાજપની ગૌરવ યાત્રા આવતીકાલે પડધરીથી શરુ થઈ પહોંચશે હળવદ :બે કેન્દ્રીયમંત્રી મોરબી મધ્યે ગજવશે સભા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. ભાજપ દ્વારા ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગૌરવ યાત્રા થકી ભાજપે ગુજરાતમાં વિધિવત રીતે પ્રચારની શરૂઆત કરી દીધી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના હસ્તે બહુચરાજી અને દ્વારકા એમ બે જગ્યાએથી યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે આવતીકાલે એટલે કે યાત્રાના ત્રીજા દિવસે એટલે કે, 14-10-2022 નાં રોજ પડધરીથી શરૂ થયેલ યાત્રા હળવદ પૂર્ણ થશે. જેના રૂટ તરફ નજર કર્યે તો પડધરીથી યાત્રા પ્રસ્થાન કરશે.જે બાદ યાત્રાનું દહીસરડા, નેકનામ, પ્રભુનગર, ટંકારા, લજાઈ ચોકડી સહિતનાં વિસ્તારોમાં સ્વાગત કરવામાં આવશે ટીજ વાંકાનેર શહેર, મોરબી અને હળવદમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ હળવદ ખાતે જનસભા બાદ રાત્રી રોકાણ પણ ત્યાં જ રાખવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા મહામંત્રી અને કાર્યાલય પ્રભારી તથા ગુજરાત ગૌરવ યાત્રાના મોરબી જિલ્લાનાં સંયોજક રણછોડભાઈ દલવાડી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા તારીખ ૧૨ ના રોજ દ્વારકાથી શરૂ થયેલ ગુજરાત ગૌરવ યાત્રા કેન્દ્રીય મંત્રી પીયુષજી ગોયલ તથા મનસુખભાઈ માંડવીયાની વિશેષ ઉપસ્થિતિમાં તારીખ ૧૪-૧૦-૨૦૨૨ના રોજ સાંજે ૪ઃ૪૦ કલાકે મોરબી નહેરૂગેઈટ ખાતે આવી પહોંચશે અને ત્યાં જાહેર સભાને સંબોધન કરશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!