Tuesday, July 23, 2024
HomeGujaratમોરબીમાં સામાજિક સંસ્થા દ્વારા વૃદ્ધાશ્રમમાં ધાબળા વિતરણ કરાયા

મોરબીમાં સામાજિક સંસ્થા દ્વારા વૃદ્ધાશ્રમમાં ધાબળા વિતરણ કરાયા

મોરબીની સામાજિક સંસ્થા દ્વારા સંગાથ વૃદ્ધાશ્રમમાં ધાબળા વિતરણ તેમજ વૃદ્ધ લોકો સાથે સમય વિતાવી  ૭૩માં પ્રજાસત્તાક દિવસની અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લાના સંગાથ વૃદ્ધાશ્રમ મોરબીથી 30 કિલોમીટર આગળ માળિયા મિયાણા ગામની અંદર રાયસંગપર પાટિયા પાસે માળીયા જામનગર હાઇવે પર આવેલું સંગાથ વૃદધાશ્રમમાં ૭૩માં પ્રજાસત્તાક દિવસ નિમિતે વૃદ્ધોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ આયોજનને સફળ બનાવવામાં ધી મીરા ફિલ્મ્સ પ્રોડક્શન હાઉસના નિર્માતા જયદીપભાઈ ડાભી, મોહિનીબેન ડાભી અને અંસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ, પ્રભાબેન મકવાણા, કોમલબેન, પ્રીતિબેન, અને બિપીનભાઈ સહિતનાએ જહેમત ઉઠાવી હતી. અત્રે ઉખેલનીય છે કે, આ સંગાથ વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી પ્રવીણભાઈ મકવાણા અને સંદીપભાઈ આ વૃદ્ધોની અવિરત પણે પૂર્ણ શ્રદ્ધાથી સેવા પૂરી પાડી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!