મોરબીમાં આવેલ આવેલ ઉમા રેસીડેન્સી માં અચાનક બ્લાસ્ટ થતા ત્રણ થી ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે જેમાં મોરબી ઉમા રેસીડેન્સી માં રહેતા એડવોકેટ કાનાભાઈ ગળચર ના મકાનમાં અચાનક જ બ્લાસ્ટ થતા તેના ઘર અને આજુબાજુના ઘરમાં નુકશાન જોવા મળ્યું છે.
એટલું જ નહિ આ બ્લાસ્ટ એટલી હદે ગંભીર હતો કે તેના લીધે ત્રણ થી ચાર વ્યક્તિઓને ઈજાગ્રસ્ત થતાં ખાનગી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.હાલ આ બ્લાસ્ટ નું ચોક્કસ કારણ જાણવા મળેલ નથી પરંતુ ગીઝરમાંથી બ્લાસ્ટ થયાનું હાજર લોકોએ જણાવેલ છે હાલ મોરબી શહેર એ ડિવિઝન પીઆઈ એચ એ જાડેજાએ એ બ્લાસ્ટ નું ચોક્કસ કારણ જાણવા બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.