મોરબી મહાનગરપાલિકા દ્વારા PMAY (U) ૨.૦ અંતર્ગત BLC (બેનીફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન) ઘટક માટે ત્રણ દિવસીય કેમ્પ મેળાનું આયોજન કરાયું છે. રૂ. ૩ લાખથી ઓછી આવક ધરાવતા લાભાર્થીઓ નવા આવાસ બાંધકામ માટે ડિમાન્ડ સર્વેમાં નોંધણી કરાવી શકશે અને રૂ. ૪ લાખ સુધીની સહાય મેળવવા પાત્ર બનશે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ૨.૦ અંતર્ગત BLC (બેનીફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન) ઘટકના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં રૂ. ૩ લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા લાભાર્થીઓ ખુલ્લા પ્લોટ પર અથવા કાચું, અર્ધકાચું કે જર્જરિત મકાન તોડી સરકારના નિયમો અને માર્ગદર્શિકા મુજબ નવા આવાસના બાંધકામ માટે ડિમાન્ડ સર્વેમાં નોંધણી કરાવી શકશે. આ યોજનાના BLC ઘટક અંતર્ગત એક નવા આવાસના બાંધકામ દીઠ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ.૪,૦૦,૦૦૦/-ની સહાય ચાર હપ્તામાં મળવાપાત્ર રહેશે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા લાયકાત ધરાવતા તમામ લાભાર્થીઓને આ કેમ્પ મેળાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. PMAY (U) ૨.૦ અંતર્ગત BLC કેમ્પ (મેળા) મોરબી મહાનગરપાલિકા કલસ્ટર-૫ની કચેરી
જૂનું સો-ઓરડી બાલ મંદિર, મોરબીમાં તા. ૦૮/૦૧/૨૦૨૬, ગુરુવારે તેમજ મોરબી મહાનગરપાલિકા કલસ્ટર-૬ની કચેરી દરબારગઢ વોટર પમ્પીંગ સ્ટેશન ઓફિસ મોરબી ખાતે તા.૦૯/૦૧/૨૦૨૬ શુક્રવારે આ ઉપરાંત મોરબી મહાનગરપાલિકા કલસ્ટર-૭ની કચેરી
જૂનું વિશ્વકર્મા બાલમંદિર વાંકાનેર દરવાજા મોરબીમાં તા. ૧૦/૦૧/૨૦૨૬ શનિવારે યોજાશે, ત્રણેય કેમ્પમાં સમય : સવારે ૧૦:૩૦ થી સાંજે ૦૫:૦૦ સુધી સેવા આપવામાં આવશે, આ સાથે મોરબી મહાનગરપાલિકા દ્વારા પાત્ર નાગરિકોને આ કેમ્પોમાં હાજરી આપી પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ૨.૦નો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.









