મોરબી મહાનગર પાલિકા વિસ્તારમાં આવેલ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લીલાપર રોડ ખાતે તા. ૦૬/૦૬/૨૦૨૫ ના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ તેમજ સ્થાનિક લોકોએ રક્તદાન કરી પોતાની ઉમદા ફરજ નિભાવી હતી.
મોરબી મહાનગર પાલિકા વિસ્તાર હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લીલાપર રોડ ખાતે તા. ૬/૬/૨૦૨૫ ના રોજ સંસ્કાર બ્લડ બેન્કના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. રકતદાન એ જ મહાદાનની ઉકિત ને સાર્થક કરતાં રક્તદાન કેમ્પમાં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ તેમજ સ્થાનિક વિસ્તારના લોકોએ ઉપસ્થિત રહી રકતદાન કર્યું હતું. ત્યારે જરૂરિયાતમંદ લોકો માટે દરેક યુવાન તેમજ તંદુરસ્ત વ્યક્તિએ રકતદાન અવશ્ય કરવું જોઈએ. તેમ આરોગ્ય અધિકારી મોરબી મહાનગર પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે…