મોરબીમાં પાટીદાર રત્ન અને સેવાના ભેખધારી જેમનું જીવન એ જ સેવાનું બીજું નામ એવા પાટીદાર અગ્રણી સ્વ . શીવલાલભાઇ (શીવાબાપા) ઓગાણજાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ પટેલ કન્યા છાત્રાલય ખાતે મહારક્તદાન કેમ્પ સ્વ.શીવાબાપાની વહાલસોય પૌત્રી તેમજ સમાજના સામાજિક અને રાજકીય અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જેમાં ૪૪૪ દાતાઓએ રક્તદાન કરી સ્વ. શિવાબાપાને શ્રધ્ધાજંલિ પાઠવી હતી. તેમજ નિલકંઠ વિધાલય પરિવાર દ્વારા પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં ૨૦૫ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.આમ ૬૫૦ જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતાના આ કાર્યમાં સહભાગી થયેલ અને અલગ- અલગ બ્લડ બેન્ક જેવી કે સંસ્કાર બ્લડ બેન્ક મોરબી સિવિલ હોસ્પિટલ મોરબી હોસ્પિટલ રાજકોટ , સી.યુ.શાહ કોલેજ અને બ્લડ બેન્ક સુ.નગર તેમજ નાથાણી બ્લડ બેન્ક રાજકોટ કુલ ૫ –પાંચ બ્લડ બેન્કોને બ્લડ સોંપવામાં આવેલ હતું.
આ કેમ્પને સફળ બનાવવા કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ, કડવા પાટીદાર વિધાર્થી ભુવન, નીલકંઠ વિધાલય પરિવાર, ઉમિયા સર્વિસ ક્લાસ ફોરમ, ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ, ઉમિયા સમાધાન પંચ, ઉમિયા પરિવાર સમિતિ, પી . એસ .જી . ગૃપ, ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ, પાટીદાર સેવા સમાજ ટ્રસ્ટ નવયુગ કોલેજ, છાત્રાલય કેમ્પસમાં આવેલ સ્કૂલો તથા કોલેજો, શ્રી ઉમિયા અને પાટીદાર નવરાત્રી સમિતિ માતૃવંદના ટ્રસ્ટ પી જી પટેલ કોલેજ, તમામ સિરામિક એસોસિએશનો તેમજ ઓગાણજા પરિવારના સગા- સબંધીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
આ કાર્યક્રમની સાથે- સાથે પૂજ્ય સ્વ . શીવાબાપાને આત્મિક શાંતિ અર્થે છગન ભગત અને સીતારામ મંડળ દ્વારા સુંદરકાંડ પાઠ અને રામધૂનનું પણ યોજાઈ હતી.