ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA), મોરબી બ્રાંચની વર્ષ 2024-25ની ટીમનો કાર્યકાળ પૂરો થતાં નવા અધિકારીઓએ પદગ્રહણ કરી કાર્યભાર સંભાળ્યો છે. ત્યારે નવા કાર્યકાળના સ્થાપન સમારંભ નિમિત્તે વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
GMERS મેડિકલ કોલેજ, મોરબી ખાતે ગઈકાલે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA) મોરબી શાખાના નવા કાર્યકાળના સ્થાપન સમારંભ નિમિત્તે વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું આયોજન રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસના અવસર સાથે જ કરવામાં આવ્યું હતું. જેમાં ડૉક્ટર સમાજે આગેવાની લઈને રક્તદાન કરી માનવતા પ્રત્યેનું કર્તવ્ય નિભાવી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કેમ્પ દરમિયાન ડઝનોથી વધુ ડૉક્ટરો તથા અન્ય સ્વૈચ્છિક દાતાઓએ ભાગ લીધો અને જીવનદાતા બનવાનો ગૌરવ અનુભવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, IMA મોર્બીનું માનવું છે કે, “રક્તદાન એ મહાદાન છે” એક બોટલ રક્ત અનેક જીવોને જીવન આપી શકે છે. આ પ્રસંગે IMA મોરબીના અધ્યક્ષ, સચિવ અને GMERS કોલેજના તબીબો તથા શિક્ષકવર્ગ ઉપસ્થિત રહ્યા અને સૌએ આ અભિયાનને સફળ બનાવવા અવિસ્મરણીય યોગદાન આપ્યું હતું.