હળવદના સેવાભાવી નવયુવાન – ગૌભક્ત અને શહેર ભાજપ પ્રમુખ તપનભાઈ દવેના 34માં જન્મદિવસ નિમિતે સ્વૈચ્છીક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ આગામી તારીખ 28 એપ્રિલને સોમવારના રોજ સાંજે 4 થી 8 કલાકે બજરંગ બેન્કવેટ હોલ, આગમન પાર્ટી પ્લોટ સામે, હળવદ ખાતે યોજાશે. આ રક્તદાન શિબિરમાં જે બ્લડની બોટલ એકત્ર થશે તે “સિવિલ હોસ્પિટલ – અમદાવાદ” અને “સંસ્કાર બ્લડ બેંક – મોરબી” ખાતે લોહીની જરૂરિયાત છે તેવા દર્દીનારાયણ માટે ઉપયોગમાં લેવામાં આવશે. જેથી આ રક્તદાન કેમ્પમાં જોડાવા લોકોને અપિલ કરવામાં આવી છે. તથા વધુ માહિતી માટે મો.9374228537, 8000848444, 9512312112 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.