વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામની શ્રી કિશાન સેવા સહકારી મંડળી લી.માં મંડળીના મંત્રી, ચુંટણી અધિકારી અને સભાસદોએ મિલાપણું કરી ચુંટણી બિનહરીફ જાહેર કરતા મંડળીના ત્રણ સભાસદો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. જેને લઇને મંડળીના ૧૫ લોકો દ્વારા તા. ૦૯/૧૧/૨૦૨૧ થી ૨૫/૧૧/૨૦૨૧ દરમિયાન કરવામાં આવેલ ચુંટણી પ્રક્રિયા અને બિન ફરિફ જાહેર કરેલ વ્યુ કમિટીના સભ્યોની કાર્યવાહી રદ કરવાનો હુકમ બોર્ડ ઓફ રજી. નોમીનીઝ રાજકોટ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.
વાંકાનેર તાલુકાના પંચાસિયાની શ્રી કિશાન સેવા સહકારી મંડળી લી. સામે મંડળની સભાસદો ખોરજીયા યુનુસ મામદભાઈ, નજરુદીન વલીભાઈ બાદી અને અમીભાઈ મીરાજીભાઈ ખોરજીયા દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રતિવાદી તરીકે મંડળી ઉપરાંત ચુંટણી અધિકારી કાંતિલાલ બી. સોરઠીયા શ્રી કિશાન સેવા સહકારી મંડળી લી. મંત્રી, ચુંટણી અધિકારી કાંતિલાલ બી. સોરઠીયા શ્રી કિશાન સેવા સહકારી મંડળી લી., રહીમભાઈ અમરામભાઈ વકાલીયા, ઈદીરાભાઈ રહીમભાઈ માથકીયા, ઈસ્માઇલ આહમદભાઈ જલાલ શેરસીયા,અયુબભાઈ આહમદભાઇ ચૌધરી, અકબરભાઈ અમીભાઈ કડીવાર, ગુલામરસુલ નુરમામદ માથકીયા, ઉસ્માન અલાવદી હસનભાઈ માથકીયા, મોહયુદીન આહમદભાઈ માથકીયા, નઝરુદીન હુસેન અલીભાઈ ખોરજીયા, રઈસ રસુલ માથકીયા, મહમદઝાવીદ અબ્દુલમુતલીબ પીરઝાદા, આસીબેન નુરમામદભાઈ બાદી અને રુકશાનાબેન ઈસ્માઈલભાઈ બાદી સહિતના લોકો વિરૂદ્ધ દાવો કર્યો હતો. કે તમામ લોકોએ એક સાથે મિલાપણું કરી મંડળીના કમિટી સભ્યોની મુદત તા.૧૧/૦૮/૨૦૨૧ ના રોજ પુર્ણ થતી હોય જેથી શરૂઆતમાં જ એટલે કે તા.૩૧/૦૩/૨૦૨૧ ના રોજ સભાસદોની યાદી લાયક મતદારો સભાસદોની યાદી સહીતનું રેકર્ડ વાદી દ્વારા માંગવામાં આવ્યું હતું. અને તે અંગે લેખીત મૌખીક રજુઆતો કરાઈ હતી.ત્યારે પ્રતિવાદી મંડળીના મંત્રી દ્વારા ઉડાઉ જવાબ આપી એક બીજા સાથે મિલાપીપણ કરી પ્રતિવાદી નં ૧ થી ૧૫ વાળાને ચુંટાયેલા જાહેર કરી નિયમ વિરુધ્ધ પ્રતિવાદી મંડળીના માજી પ્રમુખ દ્વારા પોતાની રાજકીય વગનો દુરોઉપયોગ કરી મંડળીમાં પોતાની બહુમતી ન હોવા છતાં બેઠાથાળે સભાસદોને જાણ કર્યા સિવાય કાનુની પેટાનિયમ અને કુદરતી ન્યાયના સિધ્ધાંત વિરુધ્ધ ચુંટણી કરાવેલ હોવાનું જણાવી વિશેષમાં એવું જણાવ્યું છે કે, વાદી પોતાની પેનલ સાથે સદર ચુંટણીમાં ભાગ લેવા માંગતા હોય જેથી ચુંટણી સબંધેનું રેકર્ડ તા.૩૦/૦૩/૨૦૨૧ ના રોજ માંગેલ જે તા.૦૪/૦૫/૨૦૨૧ સુધી પ્રતિવાદીના મંત્રી દ્વારા આપવામાં આવેલ નહીં અને એજન્ડા બજાવ્યા વગર વાદીની જાણ બહાર ચુંટણીનો પોગ્રામ ઊભો કરી ચુંટણી કરાવેલ છે. જે અંગે ફરિયાદી દ્વારા જિલ્લા રજીસ્ટ્રાર મોરબીને લેખીત રજુઆત કરેલ અને તે અન્વયે જિલ્લા રજીસ્ટ્રાર સમક્ષ પણ વિગતો છુપાવવામાં આવી અને જિલ્લા રજીસ્ટ્રાર મોરબી દ્વારા મંડળીના મંત્રી રસુલભાઈ મહમદભાઈ માથકીયાના મંડળીના મંત્રી તરીકે દુર કરતો હુકમ પણ કરેલો હતો. આમ પ્રથમ થી જ ગેરકાયદેસર રીતે ચુંટણીનું રેકર્ડ ઊભુ કરેલું હોય અને ચુંટણીનું, જાહેરનામું, પ્રથમ મતદારયાદી, રોજકામ, ઉમેદવારી ફોર્મ, માન્ય અમાન્ય ઉમેદવારોની યાદી, તે અન્વયેના રોજકામ વિગેરે, રેકર્ડની હકીકતો એકબીજાથી અસંગત હોય પ્રતિવાદી મંડળીની તા.૦૯/૧૧/૨૦૨૧ ની કહેવાતા ચુંટણી પોગ્રામ મુજબની ચુંટણી તથા તેમાં જાહેર કરાયેલ ચુંટાયેલ સભાસદો વિગેરે નિયમ વિરુધ્ધથી કરેલ કાર્યવાહી દ્વારા ચુંટાયેલા હોય અને જે નિયમ વિરુધ્ધ અને ગેરકાનુની કૃત્યો કરેલ હોય જેથી ચુંટણી રદ કરી જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા ચુંટણી અધિકારી નિયુક્ત કરી ફરી ચુંટણી કરાવી અને તે દરમ્યાન હાલ ચુંટાયેલા જાહેર કરેલ કમિટી સભ્યો કોઈ કામગીરી, ઠરાવો કરે કરાવે નહીં તે મતલબની દાદ માંગવગામાં આવેલ અને દાદ હેઠળ વચગાળાના મનાઈ હુકમની પણ માંગણી કરવામાં આવેલી છે. જે સહિતના અનેક મુદ્દાઓને લઇને સભાસદોએ ફરિયાદ કરતા રાજકોટ બોર્ડ ઓફ રજી. નોમીનીઝ વિભાગના મેમ્બર જયકાંત એન.દવે દ્વારા ગુજરાત કો-ઓપરેટીવ સોસાયટીઝ એક્ટ-૧૯૬૧ ની કલમ ૯૬ અન્વયેની ઉપરોક્ત પક્ષકારો વચ્ચેની તકરારના નિર્ણય માટે ફરિયાદીએ આ બોર્ડ પાસે તા. ૧૦/૦૩/૨૦૨ર ના રોજ દાવો દાખલ કર્યો હતો. જે હવે પક્ષકારોને સમન્સ કરીને તેઓને સાંભળવાની તક આપીને, તથાં રજુ થયેલ હકીકતો સંપૂર્ણ ધ્યાનમાં લઈને, ઈલાયદા દર્શાવેલ કારણોસર ફરિયાદીનો દાવો મંજૂર કરવામાં આવ્યો છે. અને પ્રતિવાદી એટલે કે મિલાપણું કરનાર ૧૫ લોકો દ્વારા તા. ૦૯/૧૧/૨૦૨૧ થી ૨૫/૧૧/૨૦૨૧ દરમિયાન કરવામાં આવેલ ચુંટણી પ્રક્રિયા અને બિન ફરિફ જાહેર કરેલ વ્યું.કમિટીના સભ્યોની કાર્યવાહી રદ કરવાની તેમજ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી મોરબી દ્વારા નિયમોનુસાર કાર્યવાહિ કરવા હુકમ કરવામાં આવ્યો છે.