મોરબીમાં ગઇકાલથી બે સગીર ગુમ હતા તેમજ ગુમ થયેલ સગીરનું બાઈક પાણીના ખાડા પાસે મળી આવતા મોરબી ફાયર જવાનો દ્વારા પાણીના ખાડામાં તપાસ શરૂ કરાઇ હતી જેમાંથી એક પછી એક એમ બન્ને સગીરોના મૃતદેહ હાથ લાગ્યા હતા.
મળતી માહિતી અનુસાર,મોરબીના બે સગીર ગઈકાલથી ગુમ હતા જેની પરિવારજનો શોધખોળ કરતા હતા તે દરમિયાન બંને સગીર પૈકી એકનું બાઈક નજર બાગ નજીક પાણીના ખાડા પાસે મળી આવતા ત્યાં મોરબી ફાયર ના જવાનો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.જેમાં ફાયર ટીમના અધિકારી દેવેન્દ્રસિંહના માર્ગદર્શન હેઠળ ફાયર વિભાગની ટીમ દ્વારા કલાકોની જહેમત બાદ એક પછી એક બન્ને સગીર સાહિલ સંજયભાઈ શેખાણી અને જેશીંગ પ્રફુલભાઈ ધોળકીયા (રહે બંને વિસીપરા મોરબી)ના મૃતદેહો મળી આવ્યા હતા. ત્યારે બંને સગીર બનાવ સ્થળ પાસે શા કારણે ગયા હતા તેમજ બંને સગીર આ ખાડામાં કઈ રીતે ડૂબ્યા તેવા અનેક સવાલોના જવાબ મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો છે.