મોરબીના રવાપર રોડ શ્રીક્રિષ્ના એપાર્ટમેન્ટના બી વિંગ્સ બ્લોક નં.૨૦૧માં રહેતા મહેશકુમાર મગનલાલ પાડલીયા ઉવ-૩૪ નામના યુવકનું તા-૨૮ એપ્રિલ ૨૦૨૫ ના રાત્રીના સાડા અગ્યારેક વાગ્યા પહેલા કોઈ પણ સમયે લજાઇ હડમતીયા રોડ સાર્થક પોલીક્લાસ કારખાનાની બાજુમા કોઇ અગમ્ય કારણોસર પાણી ભરેલ કુવામા ડુબી ગયેલ હાલતમા મરણ ગયા હોવાનો બનાવ બન્યો હતો, જે મૃત્યુના બનાવ અંગે ટંકારા પોલીસની પ્રાથમિક તપાસમાં મૂળ ટંકાએણા જબલપુર ગામના વતની હાલ રવાપર રોડ વૈભવલક્ષ્મી સોસાયટીમાં રહેતા કેતનભાઈ અમ્રુતલાલ ફેફર પાસેથી પ્રાથમિક વિગતો મેળવી, મૃત્યુના બનાવ અંગે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.