મોરબી તાલુકાના ગોરખીજડીયા ગામે તળાવ નજીક ૩૫ વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી છે. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકાના ગોરખીજડીયા ગામ નજીક તળાવ પાસે એક યુવકનો મૃતદેહ મળી આવ્યાની ઘટના અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, માળીયા(મી) તાલુકાના વીરપરડા ગામે રહેતા મુસાભાઈ આહમદભાઈ સુમરા ઉવ.૩૫ વાળા કોઈ કારણોસર મરણ જતા તેમનો મૃતદેહ તળાવ નજીક પડેલો હોવાની જાણ થતાં સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ હતી. આ બનાવ અંગે મૃતક યુવકના પરિવારજન ઇમ્તિયાઝભાઈ ઓસમાણભાઈ સુમરા પાસેથી પ્રાથમિક વિગતો મેળવી તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને કબજે લઈ અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.









