Saturday, January 11, 2025
HomeGujaratહળવદ મોરબી માળિયા ચોકડી પાસે નર્મદા કેનાલના ડૂબેલ યુવકનો મૃતદેહ ત્રીજા દિવસે...

હળવદ મોરબી માળિયા ચોકડી પાસે નર્મદા કેનાલના ડૂબેલ યુવકનો મૃતદેહ ત્રીજા દિવસે મળી આવ્યો

હળવદ મોરબી માળિયા ચોકડી પાસે વાંકાનેરના ૨૭ વર્ષીય સંદીપ વ્યાસ નામનો યુવાન કેનાલમાં ન્હાવા માટે પાડયો હતો. જે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જો કે કેનાલ કાંઠે યુવાનનું મોટર સાયકલ, કપડાં સહિતની વસ્તુઓ હોવાથી યુવાન ડૂબ્યા નું લાગતા તેની શોખખોળ હાથ ધરી હતી. જો કે ત્રણ દિવસની ભારે જહેમત બાદ યુવાનનો મૃતદેહ મળી આવતા તેને હળવદ સરકારી હોસ્પિટલે પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદ મોરબી માળિયા ચોકડી પાસે નર્મદા કેનાલમાં યુવાન ગુરુવારે ‌બપોરના સમયે ડુબ્યો હતો. ભારે જહેમત બાદ યુવાનનો ત્રીજા દીવસે મુતદેહ મળ્યો હતો. યુવાન ગુરુવારે બપોરના કેનાલમાં ન્હાવા પડ્યો હતો અને પાણીમા ગરકવા થઈ ગયો હતો. નર્મદા કેનાલ કાંઠે યુવાનુ મોટરસાયકલ કપડા ચંપલ સહિતની વસ્તુઓ મળી આવી હતી. રાજકોટ ફાયર ફાઈટર, મોરબી, હળવદ ટીમ અને સ્થાનિક તરવૈયાની ૩ દીવસની ભારે શોધખોળ બાદ યુવાનનો મુતદેહ મળી આવ્યો હતો. વાંકાનેરના ૨૭ વર્ષીય સંદીપ વ્યાસ નામનો યુવાન પાણીમાં ડૂબી થતાં મૃત્યુ પામ્યો છે. જેને લઇને પરીવારજનોમાં ધેરાશોકની લાગણી વ્યાપી ગઈ છે. મુતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!