મોરબીના ઘુંટું ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલના પાણીની ગેટ નં-૧૦૭ મા પાણીમાથી કોહવાયેલી હાલતમાં તરતી હાલતમાં પુરુષ નો મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈ પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબ્જો લઈ અજાણ્યા પુરુષ ના વાલી વારસ ની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના ઘુંટું ગામની સીમમા આવેલ નર્મદા કેનાલના પાણીની ગેટ નં-૧૦૭ મા ગઈકાલે પાણીમાથી કોહવાયેલી હાલતમાં તરતો મૃતદેહ મળી આવેલ હતો.જેને લઇ મોરબી તાલુકા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહનુ પોસ્ટ મોર્ટમ કરવા મૃતદેહને રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ મૃતદેહ અજાણ્યો પુરૂષ આશરે ૨૫ થી ૩૦ વર્ષનો છે. જેના છાતીના ભાગે ગુજરાતી ભાષામા “સંજય” ત્રોફાવેલ તથા ઓમ તથા ત્રિશુલ ત્રોફાવેલ છે તથા જમણા હાથના બાવળમા દિલમા “S” ત્રોફાવેલ છે તથા શરીરે લાલ કલરનુ ટીશર્ટ જેના પાછળ “J RANA” લખેલ તથા મરૂન ઘાટો ડાર્ક કલરનુ પેન્ટ પહેરલ હતું તથા મરણજનારની લાશનુ પોસ્ટ મોર્ટમ કરીને ઓળખ માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે કોલ્ડસ્ટોરેજમા રાખવામા આવેલ છે. ત્યારે જો કોઈ વ્યક્તિ આ અજાણ્યા યુવકને ઓળખાતો હોય તો તેને મોરબી તાલુકા પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.