મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લગધીરપુર રોડ એન્ટીક સીરામીક તથા પોર્સીપોસ વેરહાઉસ વચ્ચે આવેલ માટીના ઢગલા પાસે કોઈ અંદાજે ૪૦ વર્ષીય અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. જેનું રાજકોટ સરકારી હોસ્પિટલમાં પીએમ કરાવી મૃતદેહને મોરબી સરકારી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલ છે. અને પોલીસે સગા સંબંધીની શોધખોળ માટે નંબર અને ફોટો જાહેર કર્યા છે.જે કોઈ મૃતકને ઓળખતા હોય તેમણે પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.
ગત તા.૨૮/૦૪/૨૦૨૫ નાના રોજ મોરબી તાલુકા પોલીસ ને મોરબીના લગધીરપુર રોડ એન્ટીક સીરામીક તથા પોર્સીપોસ વેરહાઉસ વચ્ચે આવેલ માટીના ઢગલા પાસે કોઈ અજાણ્યા પુરુષ ૪૦ વર્ષિય નો મૃતદેહ મળી આવ્યો હતો.જે કોઈ કારણસર મૃત્યુ પામતા રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે ફોરેન્સીક પી.એમ કરાવી મૃતદેહને મોરબી સરકારી હોસ્પીટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામા આવેલ છે.જે મરણ જનારના નામની કે તેના સગા સંબંધીની કોઇ ઓળખ થયેલ ન હોય જેથી મરણ જનારના મૃતદેહની ઓળખ કરવા તેમજ તેના વાલીવારસ મળી રહે તે માટે મોરબી તાલુકા પોલીસ દ્વારા ટેલીફોનીક નં. -૬૩૫૯૬ ૨૬૦૬૬ અને એ.એમ.ગરીયા પોલીસ હેડ કોન્સ્ટેબલ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન મોબાઇલ નં-૯૦૧૬૩ ૮૮૮૧૯ અને મૃતકના ફોટો પ્રસિધ્ધ કરવામાં આવ્યો હોય જે જાણતા હોય તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયુ છે.