Monday, January 13, 2025
HomeGujaratમોરબી મહેન્દ્રડ્રાઈવ રોડ પરના પુલ નીચે અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો: વારસદારોએ...

મોરબી મહેન્દ્રડ્રાઈવ રોડ પરના પુલ નીચે અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો: વારસદારોએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નોંધાયેલ છે. જે અનુસાર કોઈ અજાણ્યા પુરુષ ઉ.વ. આશરે ૩૫, તા.૨૯/૧૦/૨૦૨૨ રોજ મોરબી મહેન્દ્રડ્રાઈવ રોડ પર આવેલ પુલ પરથી નીચે પડતા શરીરે તથા માથામાં ઈજા થતા મરણ ગયેલ હોય અને મરણ જનારની લાશનું સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે પી.એમ. થઈ ગયેલ છે. મરણ જનારની લાશની કોઇ ઓળખ થયેલ ન હોય કે તેના વાલી વારસ મળી આવેલ નથી.

- Advertisement -
- Advertisement -

મરણ જનાર પુરૂષ ઉ.વ. આશરે ૩૫ વર્ષનો મરણ જનારની લાશ ઉપર કાળા કલરનો આખી બાયનો શર્ટ તથા માથે કાળા મોટા વાળ છે તથા નિચે ક્રીમ કલરનું પેંન્ટ પહેરેલ છે. આ મરણ જનારના વાલી વારસોએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલશ્રી પી.બી.ઝાલાના મો.નં.૯૧૦૬૭૩૦૦૦૭ અથવા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ટેલીફોન નંબરઃ- ૦૨૮૨૨-૨૩૦૧૮૮ નો સંપર્ક કરવા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ઈન્સ્પેકટર એચ.એ.જાડેજાની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!