વાંકાનેર બાઉન્ડ્રી નજીક અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની ઓળખ મેળવવા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારાતજવીજ હાથ ધરવામાં આવી છે. વાંકાનેર તાલુકા પોલીસે મૃતકની વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં પીએમ કરાવી લાશ કોલ્ડ સ્ટોરેજમાં મૂકી નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેથી બિનવારસી મૃતદેહની ઓળખ થઈ શકે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવતા મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં તા.૧૧/૦૬/૨૦૨૫ ના ૦૨:૩૫ વાગ્યા પહેલા કોઇ પણ સમયે મરણ જનાર ૪૦ થી ૪૫ વર્ષની અજાણી વ્યક્તિ (પુરુષ) ની વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ બસ સ્ટેન્ડ ખાતે સુતેલી હાલતમાં કોઇ બીમારીના કારણે મૃત્યુ થયું હોવાથી તેની લાશ મળી આવી હતી. જેની લાશનું વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ કરાવી વાંકાનેર સરકારી હોસ્પીટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે. મૃતકના વાલી-વારસ ન મળ્યા હોવાથી બિનવારશી લાશની ઓળખ માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મૃતકે ઉપર આછા ક્રીમ કલરનો આખી બાયનો શર્ટ તેમજ બ્લુ કલરની નાઇટ પેન્ટ પહેરેલ છે. શરીરે પાતળો બાંધો અને માથાના વાળ લાંબા કાળા તેમજ સફેદ છે. મૃતકના વાલીવારસ મળે કે તેમના અંગે કોઈ જાણકારી હોય તો તપાસ કરનાર અધિકારી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. જી.કે.પરમારના મોબઈલ નંબર ૮૪૬૦૨૦૪૨૪૮ અથવા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ટેલીફોન નંબર ૬૩૫૯૬૨૬૦૮૬ પર સંપર્ક કરવા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.