Saturday, January 11, 2025
HomeGujaratમોરબીના અણીયારી ગામે ખેત તલાવડીમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો: વાલી વારસ...

મોરબીના અણીયારી ગામે ખેત તલાવડીમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો: વાલી વારસ શોધખોળ

મોરબી તાલુકાના અણીયારી ગામની સીમમા આવેલ વાણીયારી સીમ તરીકે ઓળખાતી વાડીમાં બનાવવામાં આવેલ ખેત તલાવડીમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગઈકાલે તા-૧૨/૦૮/૨૦૨૩નાં મોરબી તાલુકાના અણીયારી ગામની સીમમા આવેલ વાણીયારી સીમ તરીકે ઓળખાતી ભાણજીભાઇ પ્રાગજીભાઇ કુંડારીયાના વાડીના ઉપલા શેઠે ખરાબામા ખેત તલાવડી બનાવેલ ત્યા પાણીમાં ડુબી જતા મરણ ગયેલ હાલતમાં

એક અજાણ્યો પુરૂષ આશરે ૨૫ થી ૩૦ વર્ષનો  મૃત મળી આવેલ હોય જેની લાશનુ રાજકોટ સરકારી હોસ્પિટલમા ફોરેન્સીક પી.એમ. કરવામા આવેલ છે. અને મૃતદેહને હાલમાં રાજકોટ સરકારી હોસ્પિટલના પી.એમ રૂમમા કોલ્ડસ્ટોરેજમા રાખવામા આવેલ છે.જે પુરૂષની લાશ ડીકમ્પોઝ હાલતમાં મળી આવેલ હોય અને તેને શરીરે કોઇ પોષાક જોતા શર્ટ પહેરેલ ન હોય તથા કમરના ભાગે જીન્સ પેન્ટ પહેરેલ છે જમણા હાથે તથા ડાબા હાથના કાડામાં કાળો દોરો બાંધેલ છે તથા ડોકમા કાળા દોરા વડે માદરીયુ પહેરેલ છે મરણ જનારના નામની કે તેના સગા સંબધીની કોઇ ઓળખ થયેલ ન હોય તેમજ મરણજનારનો મૃતદેહ હાલ રાજકોટ સરકારી હોસ્પિટલમા કોલ્ડ સ્ટોરેજમા રાખવામા આવેલ છે. જેથી મરણ જનારના મૃતદેહની ઓળખ કરવા તેઓના વાલીવારસ મળી રહે તે હેતુથી મોરબી જિલ્લા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. તેમજ જો કોઈ આ વ્યક્તિને ઓળખાતો હોય તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ટેલિફોન નંબર ૦૨૮૨૨-૨૪૨૫૯૨ તથા જે.બી.પરમાર કોન્સ્ટેબલ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મોબાઈલ નંબર ૭૦૯૬૪૦૭૭૦૭ પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!