મોરબી રેલવે સ્ટેશન રોડ ઉપરથી આશરે ૪૦ થી ૪૫ વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી, મૃતકના વાલી-વારસની શોધખોળ શરૂ કરી છે.
મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી માહિતી અનુસાર, ગઈકાલ તા. ૧૧ નવેમ્બરના રોજ સાંજે મોરબી રેલવે સ્ટેશન રોડ પર મેડિકલ કોલેજ સામેના ભાગે એક પુરુષ મૃત હાલતમાં જોવા મળ્યો હતો. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતકની ઉંમર આશરે ૪૦ થી ૪૫ વર્ષ વચ્ચે હોવાનું જણાય આવી છે. ત્યારે ડેડબોડી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા, હાલ એ ડિવિઝન પોલીસે અ.મોત રજીસ્ટર કરી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે









