Friday, January 10, 2025
HomeGujaratમોરબીનાં અયોધ્યાપુરી મેઇન રોડ નજીકથી યુવકનો મૃતદેહ મળી આવ્યો: એક જ દિવસમાં...

મોરબીનાં અયોધ્યાપુરી મેઇન રોડ નજીકથી યુવકનો મૃતદેહ મળી આવ્યો: એક જ દિવસમાં ત્રણ અકાળે મોતના બનાવો બન્યા

મોરબીમાં આપઘાત અને અકસ્માતના બનાવોએ માજા મૂકી છે. ત્યારે ગઈકાલે વધુ ત્રણ લોકોના અકાળે મોત નિપજ્યાના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં એક યુવકની મોરબીનાં અયોધ્યાપુરી મેઇન રોડ પાસેથી લાશ મળી આવી હતી. જયારે મોરબી તાલુકાના ત્રિમંદીર સામે રેલ્વે ટ્રેક ઉપર નવલખી રોડ પાસે એક યુવક ટ્રેન નીચે કપાઈ જતા તેનું મોત નીપજ્યું હતું. તેમજ હળવદના ભવાનીનગર ઢોરા પાસે એક યુવકનું થાંભલા પરથી નીચે પટકાતા મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસને એક શખ્સ દ્વારા ફોન કરી મોરબી અયોધ્યાપુરી મેઇન રોડ પર આવેલ બાલાજી મોબાઇલ નામની દુકાન પાસે રોડ ઉપર એક અજાણ્યા પુરૂષની લાશ પડી હોવાની માહિતી આપવામાં આવી હતી. જેને પગલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને લાશનો કબ્જો મેળવી પીએમ માટે ખસેડી હતી. અને યુવકનું અકાળે મોત થયાની પોલીસ ચોપડે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજા બનાવમાં, મોરબીના અતિથિ પેપેરમીલ સોખડા પાટીયા પાસે રહેતા કરણ બુધ્ધ સેન નામનો યુવક ગઈકાલે મોદી રાત્રે કોઇ પણ સમયે ત્રીમંદીર સામે રેલ્વેટ્રેક ઉપર રેલ્વેમા આવી જતા મરણ જતા તેનું મોત નીપજ્યું હતું. જે અંગે મોરબી સરકારી હોસ્પિટલમા બ્રિજેશભાઇ નામના શખ્સે જાણ કરી તેને હોસ્પિટલ ખસેડ્યો હતો. ત્યારે ફરજ પરના ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

ત્રીજા બનાવમાં, હળવદના ભવાનીનગર ઢોરામાં રહેતા મનસુખભાઇ બાબુભાઇ વાઘેલા નામના યુવકને તેની પત્ની સાથે ઘરકામ બાબતે સામાન્ય બોલાચાલી થતા યુવકને લાગી આવતા પોતાની જાતેથી તેઓના ઘરની નજીક નીકળતી રેલ્વે ઇલેક્ટ્રીક લાઇનના થાંભલે ચડી જતા ઇલેક્ટ્રીક શોટ લાગતા થાંભલેથી નીચે પડી જતા શરીરે નાની-મોટી ઇજાઓ થતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે અકાળે મોતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!