Saturday, January 17, 2026
HomeGujaratમોરબીના નવલખી રોડ ઉપર ખાણીપીણીની દુકાન પાસે બોલેરો ચાલક અને તેના સાથીઓનો...

મોરબીના નવલખી રોડ ઉપર ખાણીપીણીની દુકાન પાસે બોલેરો ચાલક અને તેના સાથીઓનો આતંક, ચારને ઇજાઓ

મોરબીના નવલખી રોડ વિસ્તારમાં બોલેરો ગાડીના ચાલક અને તેના બે સાથીઓએ દુકાન આગળ બોલાચાલી બાદ લોખંડના પાઇપ અને લાકડાની પટ્ટીઓથી હુમલો કરતાં ચાર વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં વીસીપરા મદીના સોસાયટીમાં રહેતા મૂળ મહારાષ્ટ્રના કલ્યાણપુરમાં રહેતા મનોજભાઈ રામભાઈ રાજપૂત ઉવ.૪૪ કે જેઓ નવલખી રોડ ઉપર ઇન્ડિયા ચાઈનીઝ રારીકે દુકાન ચલાવે છે. તેઓએ બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી બોલેરો ચાલક સાહિલ તથા બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગત તા. ૧૫/૦૧/૨૦૨૬ના સાંજના સમયે નવલખી રોડ પર ઇન્ડિયા ચાઇનીઝ દુકાન સામે બોલેરો ગાડી રજી. નં. જીજે-૩૬-વી-૮૨૪૭ ના ચાલક અને અજાણ્યા બે ઈસમોએ ફરિયાદી મનોજભાઇના ભાઈના દીકરા ફરહાનભાઇ સાથે બોલાચાલી થતાં ફરિયાદી મનોજભાઇ રાજપુત છોડાવવા ગયા ત્યારે આરોપીઓએ લોખંડના પાઇપ અને લાકડાની પટ્ટીઓથી મનોજભાઇના માથા અને હાથ પર હુમલો કર્યો હતો.

ઝઘડામાં પાડોશી દુકાનદાર રેહાન, સાજીદ અને રીઝવાન પણ વચ્ચે પડતાં તેમને પણ ઇજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આજુબાજુથી લોકો એકત્ર થઈ જતા આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી બોલેરો ગાડી સ્થળ પર છોડીને ફરાર થઈ ગયા હતા. ત્યારે ફરિયાદી મનોજભાઈ સહિતના તમામ ઇજાગ્રસ્તોને ખાનગી વાહન મારફતે મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ બી ડિવિઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!