Thursday, December 26, 2024
HomeGujaratટંકારાની ખીજડીયા ચોકડી નજીક બોલેરો ગાડીએ કારને પાછળથી અથડાવી કરી નુકસાની

ટંકારાની ખીજડીયા ચોકડી નજીક બોલેરો ગાડીએ કારને પાછળથી અથડાવી કરી નુકસાની

ટંકારાની ખીજડીયા ચોકડી ખાતે માર્ગ અકસ્માતના બનાવમાં બોલેરો ગાડીના ચાલકે પોતાનું વાહન બેફિકરાઈથી ચલાવી આગળ જઈ રહેલ બલેનો કારને પાછળથી ટક્કર મારતા કારમાં ડેકી તથા બમ્પરના ભાગે નુકસાની કર્યા અંગે બલેનો કાર ચાલક દ્વારા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી બોલેરો ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ મોરબી-૨ મધુવન સોસાયટી પાસે ત્રાજપર રહેતા વિક્રમભાઈ ભુપતભાઇ બાટી અને તેમના પિતાજી ગત તા.૨૮/૧૦ના રોજ પોતાની બલેનો કાર રજી.નં. જીજે-૩૬-આર-૯૭૭૯ લઈને ટંકારા થી મોરબી આવતા હોય ત્યારે ટંકારાની ખીજડીયા ચોકડી નજીક બમ્પ પાસે પુરઝડપે આવતી બોલેરો ગાડી રજી.નં. જીજે-૦૩-બીવાય-૯૭૯૭ એ બલેનો કારને પાછળથી ઠોકર મારતા બમ્પર તેમજ ડેકીનો દરવાજો દબાઈ ગયો હતો, જે દરમિયાન બોલેરો ગાડી માલીક સાથે વિક્રમભાઈને સમાધાન માટે વાત ચાલુ હોય જે બાબતે સમાધાન ન થતા સાત દિવસ બાદ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, હાલ ટંકારા પોલીસે બોલેરો ગાડીના ચાલક સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!