રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી દ્વારા પ્રોહી-જુગારની અસામાજિક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સખત સુચના આપવામાં આવેલ હોય તેમજ પ્રોહી ડ્રાઈવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને કામગીરી કરતા દરમિયાન હળવદ પોલીસ દ્વારા હળવદ તાલુકાના ચુપણી ગામની સિમમાંથી એક બોલેરો પીકઅપ ગાડીના ચાલક પાસેથી ૬૦૦ લીટર દેશીદારુ પકડી પાડવામાં આવ્યું છે. અને એક આરોપીની અટકાયત કરાઈ છે. તેમજ બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે.
મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસ સ્ટેશનની ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન તેઓને મળેલ બાતમીનાં આધારે હળવદ તાલુકાના ચુપણી ગામે પાવર હાઉસની સામે, રોડ ઉપર જાહેરમાં એક બોલેરો પીકઅપ ગાડીમાં ૬૦૦ લીટર દેશીદારૂ સાથે ચાલક અજયભાઇ ધીરૂભાઇ ખમાણી (રહે. ઢેઢુકી ગામ, સાપર તા.સાયલા જી.સુરેન્દ્રનગર)ને પકડી તેની તથા ફરાર આરોપી જીગ્નેશભાઇ કાળુભાઇ પંચાળા (રહે. ઢેઢુકી સાપર તા.સાયલા જી.સુરેન્દ્રનગર) તથા અનવરભાઇ હાજીભાઇ માલાણી (રહે. મોરબી) વિરુધ્ધમાં પ્રોહીબીશન એકટ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરી હળવદ પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેકટર આર.ટી.વ્યાસ તથા એ.એસ.આઇ. અજીતસિંહ નટુભા સિસોદીયા, હેડ કોન્સ્ટેબલ વિપુલભાઇ સુરેશભાઇ ભદ્રાડીયા તથા કોન્સ્ટેબલ દેવેંન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા, હરવિજયસિંહ કિરીટસિંહ ઝાલા, ગંભીરસિંહ વાઘજીભાઈ ચૌહાણ, તથા મનોજભાઈ ગોપાલભાઈ પટેલ તથા વિગેરે સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી છે.