મોરબી તાલુકા પોલીસે પૂર્વ બાતમીને આધારે રંગપર(બે) ગામની સીમમાં રેઇડ કરી ૧૦૦૦ લીટર દેશી દારૂ ભરેલી મહેન્દ્ર બોલેરો પીકઅપ ઝડપી લીધેલ હતી. આ સાથે અંદાજે રૂ. ૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળેલ કે, રંગપર(બે) ગામ નજીક એલીયન્ટ સીરામીક પાછળના કાચા રસ્તે એક સંદેફ કલરની મહેન્દ્ર બોલેરો પીકઅપ રજી. નં. જીજે-૦૩-એઝેડ-૮૬૬૭માં દેશી દારૂ ભરી મોરબી તરફથી જેતપર બાજુ જતી હતી. જેથી પોલીસે તુરંત ઉપરોક્ત સ્થળે રેઇડ કરતાં બોલેરો વાહનમાંથી કુલ ૧,૦૦૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૨,૦૦,૦૦૦/- જેથી પોલીસે દારૂ તથા બોલેરો સહિત કુલ રૂ.૫,૦૦,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે. જ્યારે બોલેરો ચાલક ફરાર થઈ જતાં પોલીસે તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ અને શોધખોળ હાથ ધરી છે.









