Friday, January 10, 2025
HomeGujaratઆવતીકાલે અમદાવાદમાં યોજાનાર ભારત પાકિસ્તાન મેચમાં બોલીવુડ,સ્પોર્ટ્સ , બિઝનેસમેન તેમજ રાજકીય હસ્તીઓ...

આવતીકાલે અમદાવાદમાં યોજાનાર ભારત પાકિસ્તાન મેચમાં બોલીવુડ,સ્પોર્ટ્સ , બિઝનેસમેન તેમજ રાજકીય હસ્તીઓ રહેશે ઉપસ્થિત

આવતીકાલે અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં વર્લ્ડ કપ ૨૦૨૩ ભારત પાકિસ્તાન નો મેચ યોજાનાર હોય.જે મેચ જોવા માટે ટિકિટ માટે તો લોકો પડાપડી કરી રહ્યા છે પરંતુ આ હાઈ વોલ્ટેજ મેચમાં બોલીવુડ, સ્પોર્ટ,બિઝનેસ તેમજ રાજકીય જગત ની અનેક હસ્તીઓ શામેલ થવાની છે.

- Advertisement -
- Advertisement -

જેમાં વાત કરીએ તો બોલીવુડ ની તો બોલીવુડ ના મહાનાયક અમિતાભ બચ્ચન અને તમન્ના ભાટિયા, રણવીરસિંહ તેમજ આશા ભોંસલે,અર્જિતસિંહ તેમજ સાઉથ ફિલ્મ સ્ટાર રજનીકાંત ,ક્રિકેટ જગતના મહાનાયક સચીન તેંડુલકર તેમજ બીઝનેશ જગતના ટોચના બિઝનેસમેન અને રાજકીય જગતના અનેક નેતાઓ ધારાસભ્યો તેમજ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ અશરફ પણ ભારત આવી ને આ મેચમાં ઉપસ્થિત રહેશે.

આ મેચ માં ઓપનિંગ સેરેમની યોજાઇ નથી પરંતુ કલોઝિંગ સેરેમની માં સિંગર આશા ભોંસલે અને અર્જિત સિંહ પોતાના સુર રેલાવશે અને એક્ટર તમન્ના ભાટિયા અને રણવીર સિંહ પણ પરફોર્મન્સ આપશે.તેમજ બિઝનેસ જગત માંથી નીતા અંબાણી પણ આ મેચમાં હાજરી આપે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!