મોરબીના વીસીપરા વિસ્તારમાં બાજુબાજુમાં કુટુંબી ભાઈઓ રહે છે ત્યાં કુટુંબના વડીલ મોટા બાપુ દ્વારા નાના ભાઈના બૈરાઓને લાજ કાઢવાનું કહેતા જે બાબતે ભાઈ તથા ભત્રીજાએ બોલાચાલી કરી બેફામ ગાળો આપી લાકડાના ધોકા વડે મોટાબાપુને અને તેના પુત્ર ઉપર હુમલો કરી માથાના ભાગે તેમજ હાથમાં ઈજાઓ પહોંચાડતા ફરિયાદ નોંધાવી હતી. હાલ મોરબી એ ડિવિઝન પોલીસે ભોગ બનનારની ફરિયાદના આધારે ટ્રાબેય આરોપીઓની અટક કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ ભવાનીનગરમાં રહેતા સાગરભાઈ નાનજીભાઈ પરમાર ઉવ.૨૮ એ બી ડીવીઝન પોલીસ મથકમાં આરોપી મયુરભાઈ ધનજીભાઇ પરમાર ઉવ.૩૦, શામજીભાઈ મુળજીભાઇ પરમાર ઉવ.૩૪ તથા ધનજીભાઈ ગોવિંદભાઇ પરમાર ઉવ.૬૨ રહે. બધા મોરબી વીસીપરા ભવાનીનગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે સાગરભાઈ તથા તેમના પિતાજી પોતાના ઘરે હોય ત્યારે આરોપી મયુરભાઈ, શામજીભાઈ તથા ધનજીભાઈ તેમના ઘરે આવી સાગરભાઈ અને તેમના પિતાજીને કહેવા લાગ્યા કે ‘તમે કેમ અમારા બૈરાઓને લાજ કાઢવાનુ કહો છો’..તેમ કહી ગાળો દઈ બોલાચાલી કરવા લાગ્યા હતા. ત્યારે સાગરભાઈના પિતાએ તેમને ગાળો બોલવાની ના પડતા ત્રણેય આરોપીઓએ એક સંપ કરી ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા જ્યારે આરોપી મયૂરભાઈએ લાકડાના ધોકા વડે સાગરભાઈને માથામા તથા હાથે તથા તેમના પિતાજીને માથામા ઈજા પહોંચાડી ત્રણેય આરોપીઓ ઘટના સ્થળેથી નાસી ગયા હતા. ત્યારે સાગરભાઈ અને તેમના પિતાજી લોહી લોહાણ હાલતમાં મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે જતા જ્યાંથી સાગરભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓની અતા કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.