Saturday, December 28, 2024
HomeGujaratબોલો બીજાના પૈસા બૂચ મારી જુગાર રમી નાખ્યો:હળવદમાં ટ્રેડીંગ પેઢી સાથે ૬૯.૬૪...

બોલો બીજાના પૈસા બૂચ મારી જુગાર રમી નાખ્યો:હળવદમાં ટ્રેડીંગ પેઢી સાથે ૬૯.૬૪ લાખની છેતરપિંડી કરનાર ઈસમ ઝડપાયો

હળવદ માર્કેટીંગ યાર્ડમાં કમીશન એજન્ટ પેથીના કર્મચારીએ રૂ.૬૯.૬૪ લાખની છેતરપિંડી કરી કર્યાની ઘટના સામે આવી હતી. જે મામલે પેઢીના માલિકે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોતાના ચક્રો ગતિમાન કરી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. અને આરોપીની અમદાવાદ ખાતેથી અટકાયત કરવામાં આવી હતી. ત્યારે આરોપીની પૂછપરછ કરવામાં આવતા તે રૂપિયા ઓનલાઇન ક્રિકેટ સટ્ટો તથા જુગારમાં હારી ગયેલ હોવાનું જણાવતા પોલીસે રિમેન્ટ રિપોર્ટ સાથે આરોપીને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટે આરોપીના તા.૧૨/૦૭/૨૦૨૩ એટલેકે આજ સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા અને હાલમાં આરોપીને જેલ હવાલે કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરનાં રતનપર ગામે રહેતા નારસંગભાઈ ઉર્ફે નવલસિંહ બનેસંગભાઈ ડોડીયા હળવદ માર્કેટિંગ યાર્ડમાં કિશાન ટ્રેડીંગ નામની પેઢી ધરાવતા હોય જેમને ત્યાં ઉમેશભાઈ નરશીભાઈ પારેજીયા (રહે.કણબીપરા,રામજી મંદિર પાસે મોરબી દરવાજા હળવદ તા.હળવદ જી.મોરબી) નામનો વ્યક્તિ કામ કરતો હોય જે કિશાન ટ્રેડીંગ પેઢીના નામે જુદી જુદી પેઢીઓ પાસેથી તલની કુલ રૂપીયા ૩૭,૩૪,૧૧૪/- ની ખરીદી કરી તે પૈકી રૂપીયા ૧૨,૦૧,૬૪૫/- જય કિશાન ટ્રેડીંગ પેઢી તરફથી વેપારી પેઢીઓને ચુકવવામા આવેલ છે. તેમજ રૂપીયા ૨૫,૩૨,૪૬૯/- જય કિશાન ટ્રેડીંગ પેઢી તરફથી અન્ય વેપારી પેઢીઓને ચુકવવાના બાકી હોય તેમજ જય કિશાન ટ્રેડીંગ પેઢી મારફતે ખેડુતો પાસેથી વેપારીઓએ તલની ખરીદી કરેલ તે પેઢીઓ પાસેથી જય કિશાન ટ્રેડીંગ લેવાના રૂપીયા તથા જય કિશાન ટ્રેડીંગ પેઢીના કમીશનના રૂપીયા મળી કુલ રૂપીયા ૩૨,૩૦,૭૫૪/-લેવાના હતા. તે ઉમેશભાઈ નરશીભાઈ પારેજીયાએ લઈ ખરીદી તથા વેચાણ કમીશન પેટેના કુલ રૂપીયા ૬૯,૬૪,૮૬૮/- ની નારસંગભાઈ ઉર્ફે નવલસિંહ બનેસંગભાઈ ડોડીયાની જાણ બહાર પોતાની લઇ જઇ નાસી જતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

જે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રીપાઠીની સુચના મુજબ તથા ડી.વાય.એસ.પી.ના માર્ગદર્શન હેઠળ આરોપીઓને પકડવા માટે હળવદ પોલીસ સ્ટેશનની સર્વલન્સ ટીમ તથા એલ.સી.બી મોરબીની ટીમ દ્વારા તથા ટેકનિકલ સોર્સ મારફતે આરોપી તપાસ તજવીજ કરતા આરોપી ઉમેશભાઈને ટેકનિકલ સોસ મારફતે અમદાવાદ ખાતેથી હસ્તગત કરી હળવદ પોલીસ સ્ટેશન ખાતે સોંપતા આરોપીને તા.૦૮/૦૭/૨૦૨૩ ના અટક કરવામાં આવેલ છે અને આરોપીની પુછપરછ દરમ્યાન આરોપીએ હળવદ માર્કેટીંગ યાર્ડમાં આવેલ જય કીશાન ટ્રેડીંગ પેઢીના નામથી ખેડુતો પાસેથી તલની ખરીદી કરી અલગ અલગ પેઢીઓને અલગ અલગ તારીખે વેચી દઇ અલગ અલગ તારીખે પોતાના યશ બેંકના તથા એક્સીસ બેંકના ખાતામાં ૩૭,૩૪,૧૧૪/- રૂપીયા જમા કરાવેલ છે. તેમજ જય કીશન ટ્રેડીંગે તલ ખરીદ કરી હળવદ માર્કેટીંગ યાર્ડમાં આવેલ અલગ અલગ પેઢીઓને વેચાણ કરેલ બીલના તથા કમીશનના અલગ અલગ બીલીના રૂપીયા ૩૨,૩૦,૭૫૪/- જુદી જુદી પેઢીઓ પાસે જય કીશાન ટ્રેડીંગના માલીકની જાણ બહાર કુલ રૂ.૩૨,૩૦,૭૫૪/– બારોબાર ઉઘરાવી લઈ લીધેલ હતા તે રૂપીયા અલગ અલગ તારીખે આરોપીએ પોતાના યશ બેંકના તથા એક્સીસ બેંકના ખાતામાં જમા કરેલ છે તેમજ આ રૂપીયા પોતે તેના બન્ને એકાઉન્ટમાં નાખેલ રૂપીયામાંથી મોબાઇલમાં ઓનલાઇન જુગાર રમતો હતો અને પોતાના બેંક ખાતામાંથી અલગ અલગ તારીખે A TO Z HAIR ACCESSORIES ના એકાઉન્ટ નંબર 201019945201 તથા IFSC કોડ નં. INDB0001756 વાળા ખાતામાં ઓનલાઇન IMPS થી ટ્રાન્સફર કરતો હતો. આમ આરોપીએ વિશ્વાસઘાત કરી મેળવેલ રકમ રીક્વેરી કરવાની બાકી છે. આરોપી ગુન્હો કરી નાસી ભાગી જઇ કઇ કઇ જગ્યાએ કયા ક્યા રોકાણ કરેલ અને આ ગુન્હામાં તેની સાથે કોણ કોણ સંડોવાયેલ છે. તેમજ પોતે પોતાના બેંક ખાતામાં જમા કરેલ રકમ A TO Z HAIR ACCESSORIES ના એકાઉન્ટ નંબર 201019451 વાળા ખાતાનું સરનામું શોપ નં ૧૫/બી, એસીએમઇ કોમર્શીયલ, સેન્ટર રેલ્વે સ્ટેશન સામે, આનંદ રોડ, મલાડ, મુંબઇ, મહારાષ્ટ્ર માં જમા કરાવેલ હોય જેથી આરોપીના નામદાર કોર્ટમાં હળવદ ખાતેથી તા.૦૯/૦૭/૨૦૨૬ ના રોજ રીમાન રીપોર્ટ સાથે રજુ કરતા નામદાર કોર્ટ દ્વારા આરોપીના તા.૧૨/૦૭/૨૦૨૩ સુધીના રીમાન્ડ મેળવી હાલે આરોપીએ વિશ્વાસઘાત કરી મેળવેલ રકમ રીકવર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!