Saturday, July 27, 2024
HomeGujaratક્રિકેટ સટ્ટો રમાડવા માટે બુકીઓ એક્ટિવ : IPL પર સટ્ટો રમતો એક...

ક્રિકેટ સટ્ટો રમાડવા માટે બુકીઓ એક્ટિવ : IPL પર સટ્ટો રમતો એક ઝડપાયો, એક ફરાર.

ઈન્ડિયન પ્રિમીયર લીગ (IPL)ના ધમાકેદાર પ્રારંભની સાથે જ તેના ઉપર સટ્ટો રમવા માટે ઈસમો તેમજ સટ્ટો રમાડવા માટે બુકીઓ ‘એક્ટિવ’ થઈ ગયા છે. બીજી બાજુ મોરબીમાં પોલીસની સટ્ટેબાજો ઉપર ગજબ ધોંસ હોવાને કારણે મોટાભાગના બુકીઓ પર અંકુશ મેળવાયો છે. ત્યારે મોરબી સીટી બી ડિવીઝન પોલીસની ટીમે ગઈકાલે વધુ એક ઈસમને સટ્ટો રમતા પકડી પાડી જેલ હવાલે કર્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવીઝન પોલીસે બાતમીના આધારે રણછોડનગર સતનામ એપાર્ટમેન્ટમાં નીચેના ભાગે આવેલ ડિલક્ષ પાન પાસે શંકાસ્પદ હિલચાલ કરી રહેલા તુલસીભાઇ હસમુખભાઇ શંખેસરીયા (રહે.રાજનગર પંચાસર રોડ હનુમાન મંદિર પાછળ મોરબી) નામના ઈસમની અટકાયત કરી મોબાઈલની તપાસ કરતા તે હાલમાં ચાલતા ૨૦-૨૦ લખનૈાસુપર જાયન્ટસ તથા પંજાબ કીંગસ ક્રિકેટ મેચ જોઇ  ઇમરાન કાસમાણી સાથે ક્રીકેટ મેચ ઉપર રન ફેર તથા થાય નો થાય તે રીતે પૈસાની હારજીતનો જુગાર રમી દાવ લગાડતો મળી આવ્યો હતો. જેથી પોલીસે તેની પાસેથી રૂ.૫૦૦૦/-ની કિંમતનો મોબાઇલ ફોન તેમજ રોકડ રૂપિયા ૮૫૦/- એમ કુલ રૂ.૫,૮૫૦/-નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!