Friday, December 27, 2024
HomeGujaratમોરબીમાં ક્રિકેટ સટ્ટો રમાડવા માટે બુકીઓ એક્ટિવ : IPL પર સટ્ટો રમતા...

મોરબીમાં ક્રિકેટ સટ્ટો રમાડવા માટે બુકીઓ એક્ટિવ : IPL પર સટ્ટો રમતા ત્રણ ઝડપાયા

ઈન્ડિયન પ્રિમીયર લીગ (IPL)ના ધમાકેદાર પ્રારંભની સાથે જ તેના ઉપર સટ્ટો રમવા માટે ઈસમો તેમજ સટ્ટો રમાડવા માટે બુકીઓ ‘એક્ટિવ’ થઈ ગયા છે. બીજી બાજુ મોરબીમાં પોલીસની સટ્ટેબાજો ઉપર ગજબ ધોંસ હોવાને કારણે મોટાભાગના બુકીઓ પર અંકુશ મેળવાયો છે. ત્યારે મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે ગઈકાલે વધુ ત્રણ શખ્સોને પકડી પાડી જેલ હવાલે કર્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસે બાતમીના આધારે મોરબી જનકનગર સોસાયટી પાસે રોડ ઉપર મોબાઈલમાં શંકાસ્પદ હિલચાલ કરી રહેલા ભાર્ગવભાઇ જયેશભાઇ મકવાણા (રહે.વાવડીરોડ જનકનગર સોસાયટી મોરબી), મુકેશભાઇ ઠાકરશીભાઇ પટેલ (રહે.પંચાસર રોડ ઉમારેસીડેન્સી મોરબી) તથા જયદીપભાઇ રાચ્છ (રહે.ભકિતનગર સર્કલ પાસે રાજકોટ) ની અટકાયત કરી મોબાઈલની તપાસ કરતા ભાર્ગવ તથા મૂક્સેહ્સ લાઇનગુરૂ ઓનલાઈન એપ્લીકેશનમા લાઇવ મેચ નિહાળી પંજાબ તથા રાજસ્થાનની 20-20 ક્રિકેટ મેચ ઉપર રનફેરનો જુગાર રમી રમાડી રોકડા રૂ.૧૩૦૦/- તથા રૂ.૯,૦૦૦/-ની કિંમતનો વન પ્લ્સ ૮ કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ તથા એપલ કંપનીનો રૂ.૧૫,૦૦૦/-નો મોબાઇલ ફોન તથા એપલ કંપનીનો રૂ.૨૦,૦૦૦/-નો મોબાઇલ ફોન મળી કુલ કિ.રૂ.૪૫,૩૦૦/- ના મુદામાલ સાથે મળી આવ્ય હતા. તેમજ જયદીપભાઇ રાચ્છ કે જેને ભાર્ગવભાઇ મકવાણા પાસેથી ઓનલાઇન આઇ.ડી. મેળવી હતી, ત્યારે પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!