મોરબી તાલુકા પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે બુટલેગરને પ્રથમ લખધીરપુર-કાલિકાનગર રોડ ઉપર આવેલ ભરડીયા પાસેથી વિદેશી દારૂની ૨ બોટલ સાથે પકડી લેવામાં આવ્યો હોય જે બાદ બુટલેગરના ઘરની તલાસી લેતા વિદેશી દારૂના ૧૮૦એમએલના ૨૩ ચપલા મળી આવતા વિદેશી દારૂની નાની-મોટી કુલ ૨૫ બોટલ કબ્જે કરી આરોપી સામે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમને બાતમી મળી કે લખધીરપુર-કાલિકાનગર રોડ ઉપર ન્યુ સ્ટોન ભરડીયા નજીક સુરેશભાઈ મગનભાઈ ભાલોડીયા વિદેશી દારૂનું વેચાણ કરે છે, જેથી બાતમી મળ્યે તુરંત તે સ્થળે તપાસ કરતા એક ઈસમ શંકાસ્પદ હાલતમાં કોઈ હિલચર્સલ કરતો હોય જેથી તે ઇસમને રોકી તેની તલાસી લેતા પેન્ટના નેફામાંથી વિદેશી દારૂની ૭૫૦ એમએલની શીલપેક બે બોટલ મળી આવી હતી. આ સાથે આરોપી સુરેશભાઈ મગનભાઈ ભાલોડિયા ઉવ.૫૨ રહે.કાલિકાનગર રામજી મંદિરની પાસેની અટક કરવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્વારા સઘન પૂછતાછમાં વિદેશી દારૂનો અન્ય જથ્થો કાલિકાનગર સ્થિત પોતાના ઘરે હોય જેથી આરોપી સુરેશભાઈ ભાલોડિયાના ઘરમાં રેઇડ કરતા વિદેશી દારૂની ૧૮૦એમએલ ક્ષમતાની નાની બોટલ ૨૩ નંગ મળી આવી હતી, તાલુકા પોલીસે દરોડા દરમિયાન આરોપી પાસેથી તેમજ તેના ઘરમાંથી વિદેશી દારૂની નાની-મોટી કુલ ૨૫ બોટલ કબ્જે લઈ પકડાયેલ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.