Saturday, January 11, 2025
HomeGujaratવાંકાનેર-જડેશ્વર રોડ ઉપર બોલેરો કારમાં બિયરનું એક ટીન લઈ નીકળેલ બુટલેગર ઝડપાયો

વાંકાનેર-જડેશ્વર રોડ ઉપર બોલેરો કારમાં બિયરનું એક ટીન લઈ નીકળેલ બુટલેગર ઝડપાયો

વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વાહન ચેકીંગ કામગીરીમાં કાર્યરત હોય ત્યારે વાંકાનેર થી જડેશ્વર રોડ ઉપર વડસર ગામના તળાવની ગોલાઈ નજીકથી બોલેરો કાર રજી.નં. જીજે-૩૬-એએલ-૮૯૨૯ પસાર થતા તેને રોકી કારની તલાસી લેતા પાસ પરમીટ કે આધાર વગરનું ટ્યુબર્ગ પ્રીમિયમ સ્ટ્રોંગ બિયરનું એક નંગ ટીન મળી આવતા તુરંત આરોપી બોલેરો ચાલક અરશદ ઉર્ફે સદ્દામ લીયાકતભાઇ ખલીફા ઉવ.૩૧ રહે.ટંકારા,મઠવાળી શેરીવાળાની અટક કરી હતી. પોલીસે બિયર ટીન નંગ ૧ તથા બોલેરો કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહી. હેઠળ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!