મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીને આધારે શકત શનાળા ગામના નિતીનનગર ખાતે રહેણાંક મકાનમાં રેઇડ કરવામાં આવી હતી, જ્યાં પોલીસે મકાનમાંથી વિદેશી દારૂની કોલ્ડ મર્ચન્ડ એસેન્સ, એબસોલ્ટ વોડકા, જ્હોનીવોકર બ્લેક લેબલ સ્કોચ જેવી મોંઘીદાટ ૪ નંગ બોટલ કબ્જે કરી હતી, આ સાથે આરોપી દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા છત્રસિંહ જાડેજા ઉવ.૩૮ ની ધરપકડ કરવામાં આવી હતી. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.