માળીયા(મી) પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે વોચ રાખી સહેનશાવલી પાટીયા પાસે, કચ્છ-મોરબી હાઇવે ઉપરથી ઇકોસ્પોર્ટ ગાડીમાં ભરેલ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૩૪૭ નંગ બોટલ ઝડપી લેવામાં આવી હતી, આ સાથે પોલીસે આરોપી કાર ચાલકની અટક કરી, વિદેશી દારૂ તથા કાર અને મોબાઇલ સહિત રૂ.૮,૭૬,૫૦૦/- નો મુદામાલ કબ્જે કર્યો છે. પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં વધુ એક કચ્છના આરોપીનું નામ ખુલવા પામ્યું હતું.
માળીયા(મી) પોલીસ મથકના પીઆઇ આર.સી.ગોહિલની સુચના હેઠળ સર્વેલન્સ પોલીસ ટીમ નાઇટ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન હેડ.કોન્સ પૃથ્વીરાજસિંહ જાડેજા, કોન્સ હરપાલસિંહ રાજપુત, રાયમલભાઇ શિયારને સંયુક્તમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, કચ્છ તરફથી ફોર્ડ કંપનીની ઇકો-સ્પોર્ટ કાર રજી નં- જીજે-૦૩-એફડી-૯૦૫૬ વાળીમા ઇંગ્લીંશ દારૂનો જથ્થો ભરી મોરબી તરફ આવે છે તેવી ચોકકસ હકિકત આધારે માળીયા(મી) સહેનશાવલી પાટીયા પાસે કચ્છ મોરબી હાઇવે રોડ ઉપર વોચ ગોઠવી હતી, તે દરમિયાન હકિકત વાળી કાર આવતા તેને રોકી કારની તલાસી લેતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૩૪૭ નંગ બોટલ કિ.રૂ.૪,૭૧,૫૦૦/- મળી આવી હતી. આ સાથે કાર ચાલક આરોપી અભીષેકભાઇ મુકેશભાઇ બદીયાણી ઉવ.૨૭ રહે.જામનગર વાળાની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે પકડાયેલ આરોપીની પ્રાથમિક પૂછતાછમાં આરોપી મામા રહે.કચ્છ સામખીયાળીના નામની કબુલાત આપતા, પોલીસે તેને ફરાર જાહેર કર્યો હતો. માળીયા(મી) પોલીસે વિદેશી દારૂ, કાર કિ.રૂ. ૪ લાખ તથા વિવો કંપનીનો મોબાઇલ કિ.રૂ.૫ હજાર સહિત ૮,૭૬,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ બન્ને આરોપી તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.