મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસ સામે રોડ ઉપરથી આરોપી દિનેશભાઇ સોમાભાઈ પુરબીયા ઉવ.૩૭ રહે. સર્કિટ હાઉસ સામે મફતીયાપરા મોરબી-૨ વાળાને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા વિદેશી દારૂ ૮ પીએમ વ્હિસ્કીના પાંચ ચપલા સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આ સાથે પોલીસે આરોપી પાસેથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસની તજવીન હાથ ધરી છે.









