મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વસંત પ્લોટ મહાવીર ફરસાણ નજીક શંકાસ્પદ હાલતમાં થેલી લઈને જઈ રહેલા ઇસમને રોકી તેની પાસે રહેલ થેલીની તલાસી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂ મેકડોવેલ્સ નં.૧ વ્હિસ્કીની ૨ નંગ બોટલ કિ.રૂ.૨,૨૦૦/-મળી આવી હતી, આ સાથે પોલીસે આરોપી હિતેશભાઈ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંતભાઈ ધોળકીયા ઉવ.૩૬ રહે. નવડેલા રોડ અશોક પાન પાસે મોરબી વાળાની અટકાયત કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.