મોરબી શહેરના મતવા ચોક નજીક ગેબનશા પીરની દરગાહ પાસે આવેલ રહેણાંક મકાનમાં પૂર્વ બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા રેઇડ કરવામાં આવી હતી, રેઇડ દરમિયાન પોલીસે સ્થળ ઉપરથી મકાન-માલીક આરોપી યાશીનભાઈ સીદીકભાઈ કુરેશી ઉવ.૨૩ ને વિદેશી દારૂની બ્લેન્ડર પ્રાઇડની ૨ નંગ બોટલ કિ.રૂ.૨,૨૧૪/- સાથે પકડી લેવામાં આવ્યો હતો, આ ઉપરાંત પોલીસે પકડાયેલ આરોપી પાસેથી એક મોબાઇલ તથા વિદેશી દારૂની બે બોટલ સહિત કુલ કિ.રૂ.૭,૨૧૪/- નો મુદ્દામાલ કબ્જે લઈને તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.