બોટાદ જિલ્લાના પાળીયાદ પોલીસ સ્ટેશન વિસ્તારના છેલ્લા છ માસથી મારામારીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને એસ.ઓ.જી બોટાદ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. બોટાદ એસ.ઓ.જી ને મળેલ બાતમીના આધારે પાળીયાદના સાયલા ચોકડી ખાતેથી પકડી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી છે. પકડાયેલ આરોપી ગભરુભાઈ ભીખુભાઈ ધાંધલ વિરૂદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુન્હા દાખલ થઈ ચૂક્યા છે. ..
મળતી માહિતી અનુસાર, બોટાદ જિલ્લા વિસ્તારના ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સુચના આપવામાં આવી હતી. ત્યારે પાળીયાદ પોલીસ સ્ટેશનના મારામારીના ગુન્હામાં આરોપી ગભરૂભાઈ ભીખુભાઈ પાપલ રહે.ચોરવીસ (જી) તા. સાયલા જી.સુરેન્દ્રનગરવાળો ઉપરોકત ગુન્હાઓમાં આજ સુધી નાસતો ફરતો હતો. જેને ગઈ કાલ તા.૨૯/૦૭/૨૦૨૪ ના રોજ પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે આરોપી પાળીયાદ ખાતે સાયલા ચોકડી ઉપર ઉભો છે. જે બાતમીના આધારે આરોપીને કોર્ડન કરી પકડી પાળીયાદ પોલીસ સ્ટેશન ખાતે સોપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.