Tuesday, October 1, 2024
HomeGujaratબોટાદ જિલ્લાની કુંડલી ગામની સીમમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનાર બે આરોપીને બોટાદ...

બોટાદ જિલ્લાની કુંડલી ગામની સીમમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનાર બે આરોપીને બોટાદ જિલ્લા પોલીસે પકડી પાડયા

બોટાદ જિલ્લામાં ગત તા. ૨૫/૦૯/૨૦૨૪ ના અડધી રાત્રીના સમયે કુંડલી થી બોટાદ જવાના રેલ્વે ટ્રેક ઉપર કુંડલી ગામની સીમમાં કુંડલી રેલ્વે સ્ટેશનથી બોટાદ રેલ્વે સ્ટેશન વચ્ચે રેલ્વે ટ્રેક ઉપર રેલ્વે લાઇનના બે પાટા વચ્ચે મીટર ગેજની જુની રેલ્વેલાઇનનો એક કટકો સ્લીપર તથા બેલાસ્ટની વચ્ચે ખાડો કરીને ત્રાંસો મુકી ઓખા-ભાવનગર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનાર બે આરોપીને બોટાદ જિલ્લા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે…

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, બોટાદ જિલ્લામાં ગત તા. ૨૫/૦૯/૨૦૨૪ ના રાત્રીના કલાક ૦૨/૫૯ વાગ્યા દરમ્યાન કુંડલી થી બોટાદ જવાના રેલ્વે ટ્રેક ઉપર કુંડલી ગામની સીમમાં કુંડલી રેલ્વે સ્ટેશનથી બોટાદ રેલ્વે સ્ટેશન વચ્ચે રેલ્વે ટ્રેક ઉપર કોઇ અજાણ્યા આરોપીઓ દ્વારા રેલ્વે લાઇનના બે પાટા વચ્ચે મીટર ગેજની જુની રેલ્વેલાઇનનો એક કટકો સ્લીપર તથા બેલાસ્ટની વચ્ચે ખાડો કરીને ત્રાંસો મુકી ઓખા-ભાવનગર ટ્રેન નંબર-૧૯૨૧૦ ને અવરોધરૂપ થાય અને ટ્રેનને ઉથલાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો. જેના કારણે ટ્રેનના એન્જીનનો ભાગ મીટર ગેજની જુની રેલ્વેલાઇનના કટકા સાથે ભટકાતા રેલ્વે એન્જીન બંધ થઇ જતા તેને નુકશાન પહોચ્યું હતું. જે અંગેનો ગુન્હો રાણપુર પોલીસ સ્ટેશનમાં તા.૨૫/૦૯/૨૦૨૪ ના કલાક ૧૪/૩૦ વાગ્યે નોંધવામાં આવ્યો હતો. જે ગુન્હામાં ગૌતમ પરમાર, પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ દ્રારા દેશની આંતરિક સુરક્ષાને પડકાર રૂપ હોય અને ગુન્હાની ગંભીરતાને ધ્યાનમાં લઇ સત્વરે આરોપીઓને પકડી ઉંડાણપુર્વક તપાસ કરવા અને ગુન્હાના મુળ સુધી પહોંચવા માટેની સુચના આપવામાં આવી હતી. જે સુચનાઓને ધ્યાને લઇ કિશોર બળોલીયા પોલીસ અધિક્ષક બોટાદ દ્રારા બોટાદ જીલ્લા પોલીસની અલગ-અલગ ટીમો બનાવવાની સુચના આપવામાં આવતા મહર્ષિ રાવલ નાયબ પોલીસ અધિક્ષક બોટાદના સુપરવિઝન તથા માર્ગદર્શન હેઠળ બોટાદ જીલ્લાની LCB, SOG, રાણપુર પોલીસ, તથા ટેકનીકલ ટીમને સાથે રાખી ટેકનીકલ અને હ્યુમન સોર્સથી આરોપી શોધી કાઢવા માટે ટીમોને સુચના આપવામાં આવી અને બોટાદ જીલ્લાની પોલીસની ટીમો તમામ પાસાઓને ધ્યાનમાં રાખી તમામ દિશાઓમાં આરોપીઓની શોધખોળ શરૂ કરેલ હતી. જે બનાવ કુંડલી ગામની સીમમાં રેલ્વે ટ્રેક ઉપર બનેલ હોય અને આજુ બાજુ વિસ્તારમાં કોઇ CCTV કે – અન્ય કોઇ આરોપીની અંગેની ભાળ મળી શકે તેમ ન હોય જેથી આ ગુન્હાની ગંભીરતાને લીધે આ ગુન્હો શોધી કાઢવામાં NATIONAL INVESTIGATION AGENCY (NIA), A.T.S અમદાવાદ તેમજ રેલ્વે પ્રોટેકશન ફોર્સને સાથે જોડીને કામગીરી કરવામાં આવી હતી. આ ટીમો દ્રારા ટેકનીકલ અને હ્યુમન સોર્સની મદદથી બે ઇસમો શંકાના દાયરામાં આવ્યા હતા જેઓ જાતે પોલીસ સમક્ષ હાજર રહેવાના બદલે ઘરેથી નિકળી જઈ અલગ-અલગ જગ્યાએ વાડી વિસ્તારમાં તથા અવાવરૂ જગ્યાઓમાં રહેવા લાગ્યા હતાં. જે બંન્ને ઇસમો મળી આવતા સઘન અને ઉંડાણપુર્વક યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતાં બંન્ને ઇસમો ભાંગી પોતે ગુન્હા કર્યાની કબુલાત આપતા આરોપી રમેશભાઇ ઉર્ફે રમુડીયો કાનજીભાઇ સલીયા અને જયેશભાઇ ઉર્ફે જલો નાગરભાઇ બાવળીયા નામનાં બંન્ને ઇસમોની ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બંને આરોપીઓએ અગાઉ પોતાના મોબાઇલમાં યુ-ટ્યુબ ઉપર રેલ્વે ઉંધી વળી ગયાનું અને ડબાઓ આડા પડી ગયાના વિડીયો જોઈ તે વાતને ધ્યાને રાખી પોતાના ઉપર આર્થિક લેણુ થઈ જતાં તે ભરપાઇ કરવા માટે બંન્ને આરોપીએ સાથે મળીને ટ્રેન ઉંધી નાખીને પેસેન્જરોને લુંટવાનુ કાવતરૂ ઘડ્યું હતું. અને અગાઉથી રેલ્વેનો જુનોચાર-પાંચ ફુટનો કટકો રાખીને સંતાડી રાખ્યો હતો. જે ગઇ તા. ૨૪/૦૯/૨૦૨૪ ના રોજ બંન્ને આરોપીઓએ મોટર સાયકલ લઇને વાડીએ જઈ મોટર સાયકલ મુકીને રેલ્વે લાઇન ઉપર રેકી કરી હતી. કોઇ જોઇ ન જાય તેની નજર રાખી ઓખા ભાવનગર જતી ટ્રેનનો સમય પોતે જાણતા હોવાથી માલગાડી નિકળી ગયા પછી રાત્રીના અઢી વાગ્યાની આસપાસ ખાડો ખોદીને તેમાં આ લોખંડનો મીટર ગેજનો પાટાનો કટકો રાખી ટ્રેન આવે તે બાજુ ખોડી નાખ્યું હતું. અને બાદ બંન્ને આરોપીઓ પોતે મજુરી કામે આવતા તે વાડીના કપાસમાં જઇ સંતાઇ ગયા હતાં. ત્યાર બાદ ત્રણેક વાગ્યાની આસપાસ કુંડલી સ્ટેશન તરફથી ઓખા-ભાવનગર ટ્રેન આવી અને ટ્રેન આવી ભટકાય જતાં ત્યાર બાદ બંન્ને જણા ત્યાથી મોટર સાયકલ લઇને નાસી છૂટયા હતા તેવી કબૂલાત આપી હતી.

જે કામગીરીમાં કિશોર બળોલીયા પોલીસ અધિક્ષક બોટાદની સુચનાથી મહર્ષિ રાવલ નાયબ પોલીસ અધીક્ષક બોટાદ વિભાગના માર્ગદર્શન હેઠળ બોટાદ જીલ્લાના અધિકારી તથા પોલીસ કર્મચારી જોડાયેલ હતા. જેમાં એ.જી.સોલંકી પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. તથા એલ.સી.બી ટીમ, એમ.જી.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી.તથા એસ.ઓ.જી.ટીમ, ડી.બી.પલાસ પોલીસ ઇન્સ્પેકટર રાણપુર પોલીસ સ્ટેશન તથા રાણપુર પોલીસ ટીમ, કે.બી.દેસાઇ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ATS, જી.પી.વરમોરા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ATS તથા ATS ટીમ, એસ.બી.સોલંકી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.બોટાદ, એ.એમ.રાવલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી.બોટાદ અને એમ.એ.રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્કોવડ બોટાદ કામગીરીમાં જોડાયા હતા…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!