Monday, November 18, 2024
HomeGujaratગુમસુદા બાળકીને ગણતરીની કલાકોમાં શોધી તેના માતા સાથે સુખદ મિલન કરાવતી બોટાદ...

ગુમસુદા બાળકીને ગણતરીની કલાકોમાં શોધી તેના માતા સાથે સુખદ મિલન કરાવતી બોટાદ પોલીસ

મોરબી : બોટાદમાં એક બાળકી પરિવારથી વિખૂટી પડી ગયા બાદ બોટાદ પોલીસની ટીમે ગુમસુદા બાળકીને ગણતરીની કલાકોમાં શોધી તેના માતા સાથે સુખદ મિલન કરાવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

ગઇ તા,૧૬/૦૭/૨૦૨૨ ના રોજ બોટાદ ગઢડા રોડ રેસીડેન્સી ગેટ નં- ૩ ખાતે રહેતા જાગૃતિબેન પ્રદિપભાઇ ભટ્ટએ બોટાદ પોલીસ સ્ટેશન ખાતે આવી જણાવેલ કે મારી દીકરી કૃપાલીબેન ઉ.વ ૧૦ બપોરના આશરે સાડા ચારેક વાગ્યે ગામમાં વસ્તુ લેવા ગયેલ તે પરત આવેલ નથી તેમ જણાવતા બાળકની શોધખોળ કરવા સારુ પોલીસ અધીક્ષક કરનરાજ વાઘેલાની સુચના મુજબ તેમજ વિભાગીય પોલીસ અધિકારી એસ.કે.ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ બોટાદ પોલીસ સ્ટેશન પી.આઇ. જે.વી.ચૌધરી સાહેબનાઓ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી.બોટાદ ટાઉન વિસ્તારમા સર્ચ કરી, જે પૈકી પોલીસ સબ ઇન્સપેકટર આર કે.ગોહિલ સાહેબનાઓ ની એક ટીમ આધારે ત્વરિત તલસ્પર્શી તપાસ કરતા -કરાવતા.ટેકનીકલ તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સની મદદ મેળવતા આ બાળકી રાજકોટ ખાતે હોવાની હકીકત મળતા આ બાળકીને બોટાદ પોલીસ સ્ટેશન ખાતે લાવી બાળકીના માતાને મળાવી સુખદ મિલન કરાવી બાળકીને તેના માતા ને સોંપવામા આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!