બોટાદમાં વિદેશી દારૂની બદી ફૂલીફાલી હોવાની બૂમરેણ મચતા ભાવનગર પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર દ્વારા દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત કામ કરતા દરમિયાન બોટાદ વિભાગીય પોલીસ અધિકારીની ટીમ દ્વારા બોટાદના રોજિદ ગામે આવેલ એક રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારુની ૧૨૧ બોટલ તથા બીયરના ૧૬ ટીનના મુદામાલ સાથે કુલ રૂ.૬૦,૭૦૦/-નો મુદામાલ પકડી એક ઈસમની અટકાયત કરી છે.
મળતી માહિતી અનુસાર, બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કે.એક બળોલીયા દ્વારા જીલ્લાના તમામ અધિકારીઓને દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવાની ઝુંબેશની અમલવારી કરવા સુચન કરવામાં આવેલ હોય જે અન્વયે બોટાદ વિભાગીય પોલીસ અધિકારી મહર્ષિ રાવલએ ડિવીજન વિસ્તારમાં પ્રોહીબીશનની કામગીરી કરવા સુચન અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે વિભાગીય પોલીસ અધિકારીની કચેરીના મહિલા પીએસઆઈ એ.એમ.રાવલ ,સહદેવસિંહ ડોડીયા અને ભગીરથ સિંહ જાડેજા સહિતની ટીમને મળેલ બાતમીને આધારે બરવાળા પોલીસ સ્ટેશન વિસ્તારના રોજીદ ગામે રહેતા ગજેન્દ્રભાઇ લાભુભાઇ ડાભી (રહે.રોજિદ તા.બરવાળા જી.બોટાદ)ના ઘરે રેઇડ કરતા મેગ્ડોવેલ્સ નંબર ૧ ક્લેક્શન વીસ્કીની કુલ ૧૨૧ બોટલ જે બોટલો પૈકી એક બોટલની કિંમત રૂ.૪૯૦/- લેખે રૂ.૫૯,૨૯૦/- ની ગણી તથા કીંગ ફીસર સુપર સ્ટ્રોંગ બીયરના ૧૬ ટીનના એક ટીનની કિંમત રૂ.૧૦૦/- લેખે બીયરના રૂ.૧૬૦૦/- ગણી કુલ રૂ.૬૦,૭૦૦/- નો મુદામાલ રાખી રેઇડ દરમ્યાન આરોપી હાજર મળી આવેલ જેથી તેના વિરુધ્ધમા પ્રોહિબિશન એકટ કલમ ૬૫(એ)(ઇ),૧૧૬(બી) મુજબ ધોરણસરની કાર્યવાહી કરવા બરવાળા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવેલ છે.
આ સફળ કામગીરીમાં મહિલા પીએસઆઈ એ.એમ.રાવલ,હેડકોન્સ્ટેબલ સહદેવસિંહ ડોડીયા તેમજ ભગીરથસિંહ જાડેજા સહિતની ટીમ જોડાઈ હતી.