બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ડિગ્રી વગરના બોગસ ડોકટરને બોટાદ એસ.ઓ.જી. ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. બોટાદ એસ.ઓ.જી. મળેલ બાતમીના આધારે ગઢડા તાલુકામાં ગોરકડા ગામના અતુલભાઈ વજુભાઈ ઓતરાદી નામનાં બોગસ ડોકટરને પકડી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, ગત તા. ૦૫/૦૯/૨૦૨૪ના રોજ પોલીસ સબ ઇન્સ્પેકટર એ.એમ. રાવલ, એસ.ઓ.જી. સ્ટાફ સાથે ગઢડા વિસ્તારમાં પેટ્રોલીંગમાં તે દરમ્યાન બાતમી મળી હતી કે ગોરડકા ગામે રહેતા અતુલભાઈ વજુભાઈ ઓતરાદી વાળો પોતે કોઇપણ જાતની ડિગ્રી વગર પોતાની ડોક્ટર તરીકે ઓળખ આપી પ્રાઇવેટ દવાખાનું ચલાવે છે જેથી એસ.ઓ.જી શાખાના હેડ કોન્સ્ટેબલ જપેશભાઇ ગભરૂભાઇ પાઘલ હેડ કોન્સ્ટેબલ ગોવિંદભાઈ કાળુભાઇ ગળચર, પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઇ રમેશભાઇ સાપરા અને મેડીકલ ઓફિસરને સાથે રાખી સ્થળ ઉપર જઈ તપાસ કરતા ગઢડા તાલુકાના ગોરડકા ખાતેથી અનુલભાઈ વજુભાઈ ઓતરાદી પોતાના ગામમાં કોઈપણ જાતની મેડીકલ પ્રેકટીસ માટેની ડિગ્રી ધરાવતા ન હોવા છતા ડોક્ટર હોવાનો દેખાવ કરી લોકોના આરોગ્ય સાથે ચેંડા કરી દવાખાનુ ચલાવી જુદા જુદા દર્દો મટાડવાની દવાની ટીકડીઓ, ગ્લુકોઝના પ્રવાહી ભરેલા બાટલાઓ, સીરીજ તથા નીડલ તથા બીપીમીટર મળી કુલ રૂ. ૧૭૦૬૨.૯૪/- નો મેડીકલ પ્રેક્ટીસને લગતો સામાન તથા રોકડ સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.