હળવદ તાલુકાના ગોલાસણ ગામ પાસે આવેલ હરપાલ સાગર બ્રહ્માણી-૧ ડેમ પૂર્ણ ક્ષમતા સુધી ભરાઈ ગયો છે. ઉપરવાસથી પાણીની આવક ચાલુ હોવાથી વધારાનું પાણી વેસ્ટ વિયર મારફતે નદીમાં છોડવામાં આવશે. હાલ નીચવાસના ૧૫ ગામોને તકેદારીના પગલાં લેવા જીલ્લા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
હળવદ તાલુકા ગોલાસણ ગામ પાસે આવેલ બ્રહ્માણી-૧ સિંચાઈ યોજનામાં સતત વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવકને કારણે જળાશય ૧૦૦ ટકા ભરાઈ ગયો છે. હાલની પરિસ્થિતિમાં વધારાનું પાણી વેસ્ટ વિયર દ્વારા નદીમાં છોડવાની જરૂરિયાત ઊભી થઈ છે. આ સંજોગોમાં જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ચેતવણી જાહેર કરી છે કે યોજનાના નીચવાસમાં આવતા ગોલાસણ, પાંડાતીરથ, મેરૂપર, સુંદરગઢ, શિરોઈ, સુસવાવ, કેદારીયા, ધનાળા, રાયસંગપુર, મયુરનગર, ચાડધ્રા, ટીકર, માનગઢ, મિંયાણી અને અજીતગઢ એમ કુલ ૧૫ ગામોમાં વસવાટ કરતા લોકો નદીના પટમાં અવરજવર ન કરે. સાથે સાથે માલમિલકત અને ઢોર-ઢાંકરને પણ નદીના પટથી દૂર રાખવા સૂચના આપવામાં આવી છે.