વાંકાનેરના વધાસીયા ગામની સીમામાં આવેલી કંપનીમાં કોન્ટ્રાક્ટરના બાકી બિલ મુદ્દે એક શખ્સે કર્મચારીઓ સાથે બોલાચાલી કરી ઓફિસમાં રહેલ પ્રિન્ટર તોડી આશરે રૂ.૧૫ હજારનું નુકસાન પહોંચાડ્યાનો બનાવ સામે આવ્યો છે. હાલ વાંકાનેર સીટી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ, ફરીયાદી આયુશ અંતરયામી બીસ્વાલ ઉવ.૪૪ રહે.હાલ વાંકાનેર નવાપરા મૂળ ઓડીસાના વતની એ આરોપી ગેલાભાઇ ખંભલા રહે.ગુદીયાવાડા તા.સાયલા જી.સુરેન્દ્રનગર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગઈ તા.૧૪/૦૨ના રોજ સાંજના અરસામાં વધાસીયા ગામની સીમમાં આવેલી એસોસીએટેડ પાવર સ્ટ્રકચર લિમિટેડ કંપનીમાં ઉપરોક્ત આરોપી ગેલાભાઈ ખંભલા આવી કોન્ટ્રાક્ટરના બાકી બિલની રકમ બાબતે બોલાચાલી કરવા લાગ્યા હતા. દરમિયાનમાં ફરીયાદી અને સાહેદોને ભુડા બોલી ગાળો આપી, કંપનીના એચ.પી. પ્રિન્ટરને હાથ મારી તોડી નાખતા આશરે રૂ.૧૫,૦૦૦/- નુકસાન થયું હતું. હાલ વાંકાનેર સીટી પોલીસે આરોપી સામે ગુનો નોંધી, આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.









