મોરબી જિલ્લા પંચાયત, ICDS શાખા મોરબી, CDPO ઓફિસ હળવદ અને અગરિયા હિતરક્ષક મંચ દ્વારા એક સરાહનીય કાર્ય કરવામાં આવ્યું હતું. જેમાં આજ રોજ હળવદ તાલુકાના રણ વિસ્તારોમાં વસતા જરૂરિયાત મંદોને નાસ્તો તથા T.H.R.નું વિતરણ કરાયું હતું.
આજ રોજ મોરબી જિલ્લા પંચાયત, ICDS શાખા મોરબી, CDPO ઓફિસ હળવદ અને અગરિયા હિતરક્ષક મંચ દ્વારા હળવદ તાલુકાના રણ વિસ્તારોમાં અગરિયાઓના બાળકો, કિશોરીઓ, સગર્ભા બહેનો, ધાત્રી માતાઓને નાસ્તો અને T.H.R.નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં CDPO મમતાબેન, સુપરવાઈઝર લાભુબેન, અગરીયાહીત રક્ષક મંચના મોરબી જિલ્લા કોડીનેટર મારુતસિંહ બારૈયા, ટીકર રણના આંગણવાડી કાર્યકર બહેનો, ભાવનાબેન, હેતલબેન, વર્ષાબેન બિન્દુબેન, કુંદનબેન તેમજ મોબાઈલ હેલ્પ લાઈનનાં M.O. ડો. પીનલબેન હાજર રહ્યા હતા.મોબાઈલ હેલ્પ લાઈન દ્વારા અગરિયા ભાઈઓ-બહેનો, બાળકોને આરોગ્ય માટે દવા, ગોળીનું પણ વિઅતારાં કરવામાં આવ્યું હતું. તેમજ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા કુલ-35 અગરિયા બાળકો, 23 – કિશોરીઓ, 3 સગર્ભા મહિલાઓ તથા 29 ધાત્રી માતાઓને નાસ્તો અને T.H.R.નું વિતરણ કરાયું હતું.