મોરબી તાલુકાના લૂંટાવદર ગામે ઢોરા વિસ્તારમાં તાલુકા પોલીસે પૂર્વ બાતમીને આધારે રેઇડ કરતા જ્યાં બાવળની કાંટમાંથી દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડો આથો ૮૦૦ લીટર કિ.રૂ. ૨૦ હજાર મળી આવ્યો હતો. રેઇડ દરમિયાન આરોપી સંજયભાઇ રાજુભાઇ ધરમઠીયા રહે. લુંટાવદર તા.જી.મોરબી હાજર નહિ મળી આવતા, તાલુકા પોલીસે ઠંડો આથાનો જથ્થો કબ્જે લઈ આરોપીને ફરાર જાહેર કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.